i love you!

143 વર્ડપ્રેસ ફોલોઅર્સ

ઘણાં દિવસથી વર્ડપ્રેસમાં 143 ફોલોવર્સના આંકડા સાથે છું. ક્યારેક આંકડો 144 અને 145 સુધી દેખાયો હોવાનું યાદ છે; પણ ફરી એજ જુની જગ્યાએ આવી જઉ છું. અહીં બીજા આંકડાઓ સાથે લગાવ લગભગ છુટી ગયો છે પણ આ નંબર સાથે લાંબા સમય રહ્યા બાદ પ્રેમ થઇ ગયો છે! 🥰 (હા બોલો, અમને આંકડા સાથે પણ પ્રેમ થઇ જાય.)

તો, વિનંતી એ છે કે અત્યારે જેટલાં લોકો છે તેઓ મહેરબાની કરીને દુર ન જાય અને જો આ સંખ્યા 144 થયેલી દેખાય તો કોઇ એક સ્વેચ્છાએ નીકળી જાય. મને તો 143 જ જોઇએ. શક્યતા એ પણ છે કે આ આંકડો 142 થઇ શકે.. તો ત્યારે કોઇએ પરાણે જોડાઇ જવા વિનંતી છે. 🙏 પછી 144 થાય ત્યારે ભલે ને નીકળી જાય. (મારું સેટીંગ ન બગડે એનું ધ્યાન રાખજો ભૈ’સાબ. બધું તમારા હાથમાં છે.)

એમ તો એકાદ નંબરની હેરફેર કરવામાં હું આત્મનિર્ભર છું! 😎 (પોતે જ પોતાને Follow કરવાનો આ ફાયદો હોય છે.)


સાઇડટ્રેકઃ
આવતી કાલે એક નવી પોસ્ટ આવશે, હિંદીમાં. લખાયેલી પડી છે પણ એક દિવસમાં એક થી વધુ પોસ્ટ પબ્લીશ ન કરવાનો અમારો જુનો નિયમ છે. 😇
અલગ ભાષામાં લખવાનો પ્રયાસ કર્યો છે તો અગર સહન ન થાય તોય ગાળો ન આપતા. નાનકડા બચ્ચા સમજ કે માફ કર દેના હોં કે. ગલતી બધા સે હોતી હૈ ઔર મારાથી થોડી વધારે થઇ જાતી હૈ..

આપણે હવે ઝઘડવું નથી..

two rings

બહુ બોલ્યા, હવેથી થોડા ચુપ રહીશું,
બીજું કાંઈ કહેવું નથી;
આપણે હવે ઝઘડવું નથી…

ઘણું લડ્યા; થાકીને એકબીજાથી વિખુટાય પડ્યા,
જે થયું, થઈ ગયું છે.. જુનું બધું યાદ કરવું નથી,
આપણે હવે ઝગડવું નથી…

પ્રેમ તારો સાચો હતો, લાગણી મારી ખોટી ન’તી,
તો માફ કરી દેવું એટલુંય અઘરું નથી,
આપણે હવે ઝગડવું નથી.

તું કહે, કેમ જીવીશું? સાથે ફરી પ્રયાસ કરીશું?
એકબીજાને જીવનભર તરસવું નથી..
આપણે હવે ઝગડવું નથી…