અ’જ્ઞાનવાણી..!!!

થોથામાં સમાયેલી દરેક થીયરી પ્રેકટિકલમાં કામ આવતી નથી.
So always try…
“जैसी उर्मिला, वैसी फॉर्म्युला”
for better result! 🙂

“हरियालीवाले बाबा के १०१ फंडे” માંથી..

કેટલાક ભક્તો ભગવાનની ભીડમાં ખોવાયેલા રહે છે અને કેટલાક ભગવાન ભક્તોની ભીડમાં…!!

શ્રી શ્રી બગીચાનંદની મર્મકથામાંથી…

જીવનમાં અણધાર્યા અકસ્માતથી બચવા માટે પણ સલામત દુરી બનાવી રાખવી જરુરી હોય છે!

બાબા બગીચાનંદના પ્રવચનોમાંથી…

ઉત્તરાયણ અને લોકોની ઇચ્છા

.

એક નક્કામુ નિરિક્ષણ…

. . .

ઉત્તરાયણમાં હંમેશા પડોશીઓના ઉંચે ઉડતા પતંગને કાપી નાખવાની દબાયેલી ઇચ્છા
શિષ્ટ લોકો દ્વારા જાહેરમાં વ્યક્ત થતી હોય છે !!
(…અને કાપ્યા પછી તેની વિકૃત ખુશીની ઉજવણી પણ તેમની સામે જ !!!)

. .

( “અલ્પજ્ઞાની બાબા બગીચાનંદના નક્કામાં નિરિક્ષણો” માંથી… )

. .

ઇશ્વર આપના જીવન-પતંગને આવા માનસિક વિકૃતિવાળા લોકોથી બચાવે એવી શુભેચ્છા.

હેપ્પી ઉત્તરાયણ 🙂

. . .

આજે મેળવેલું નકામુ જ્ઞાન

સ્કુટર ચલાવતી છોકરી

છોકરીઓના ટુ-વ્હીલરમાં ફીટ થયેલ સાઇડ મિરર (બોલે તો, રિઅર-વ્યુ મિરર) એ વણજોઇતી અને વધારાની ચીજ હોય છે!

( અલ્પ-જ્ઞાની સંત શ્રી બગીચાનંદ સ્વામીના સ્વ-અનુભવમાંથી.)

🧘 Yoga