નવું પેજ – લખો ગુજરાતીમાં!!

– “લખો ગુજરાતીમાં!” – જે લોકો કોમ્પ્યુટર તથા ઇંટરનેટ માં ગુજરાતી ભાષામાં લખવા ઇચ્છે છે તેમની માટે યોગ્ય વિકલ્પ આપવાનો એક નાનકડો પ્રયાસ છે.

– આમ તો મારા બગીચાની નિયમિત મુલાકાત લેતા લોકોને ખ્યાલ આવી જ ગયો હશે એક નવું પેજ બન્યું છે.

– આ બધી માહિતીને અહી પોસ્ટ તરીકે જ મુકવાનો વિચાર હતો પણ સમય વિત્યે તે પોસ્ટ ખોવાઇ જાય તેવું પણ બને એટલે તેને કાયમી જાળવી રાખવા “લખો ગુજરાતીમાં!” પેજ તરીકે મુકવામાં આવી છે.

– આ પેજ ઉમેરતાં એક નાનકડો લોચો થયો અને આખરે તે પેજ એક જ લાઇનમાં સરળતાથી દેખાય તે માટે એક સુધારો કરવો પડયો.

– પહેલા “બગીચાના વૃક્ષો અને છોડવાઓ ની યાદી” નામનું પેજ હવે “વૃક્ષો અને છોડવાઓ ની યાદી” તરીકે ઓળખાશે.

– આ પોસ્ટને તે પેજની જાહેરાત રૂપે લખવામાં આવી છે! 🙂

. .

ગુજરાતી ભાષામાં લખવા માટેના વિકલ્પનું પેજ
www.marobagicho.com/lakho-gujarati-ma/

bottom image of the post ગુજરાતી ભાષામાં

ભુલાયે નહી ભુલ સકતા હૈ કોઇ..

lost time

– મારા રોલ મોડેલ એવા શ્રી સ્ટિવ જોબ્સ આ દુનિયા છોડીને ગયા તેની શાહી સુકાઇ નથી, ત્યાં તો મારી ઉંડી ભાવનાઓ પ્રજ્જવલિત કરનાર દિપક આજે બુઝાઇ ગયો છે તેવા દુઃખદ સમાચાર મળ્યા. શ્રી જગજીત સિંઘ હવે આપણાં વચ્ચે નથી રહ્યા..

– શું થઇ રહ્યું છે આ સમયમાં સમજાતું નથી. એક પછી એક મને ખુબ ગમતી વ્યક્તિઓ આમ અચાનક વિદાય કેમ લઇ રહી છે!?…

– જગજીત સિંઘને માણીને તો હું આ દુનિયામાં લાગણીઓ સાથે જીવતા શીખ્યો હતો.

– મારા જીવનને લાગણીસભર બનાવવામાં અને આ બગીચાના માળીને પ્રેમ શીખવવામાં તેમનો ફાળો ખુબ અગત્યનો હતો..

– કયારેય રૂબરૂ મુલાકાત ન થઇ હોવા છતાં તેઓ સદા મારા દિલની નજીક રહ્યા છે.

– હજુ હમણાં જ થોડા દિવસ પહેલાં તેમની સાથે જીવનની ઘણી જુની અને મહત્વની યાદો માણી હતી… એ પહેલો પ્રેમ પત્ર કેમ ભુલાશે?..

– જે હંમેશ મને મારા ભુતકાળ, વડીલો, જુના દોસ્તોનો અહેસાસ કરાવતી રહી હતી એવી સૌને પ્રિય અને મને અતિપ્રિય રચના “વો કાગઝ કી કસ્તી, વો બારિસ કા પાની…” સાંભળતા તેમને કેમ ભુલાશે…

– અગાઉની એક ગમગીન પોસ્ટ બાદ ફરી બીજી એક ગમગીન પોસ્ટ… પણ હું મજબુર છું.

ગઝલ સમ્રાટ જગજીત સાહેબને મારા બગીચામાંથી ભીની-ભીની શ્રધ્ધાંજલી..

ગઝલ સમ્રાટ જગજીત સિંહ નો ફોટો

“चिठ्ठी ना कोई संदेश, जाने वो कोनसा देश, जहां तुम चले गये…”


મથાળું ચિત્રઃ UNSPLASH.COM ના સહયોગથી

સફરજન એકલું પડી ગયું…

. . .

તાઃ 6, Oct. 2011

# એક દુઃખદ નોંધ

– શ્રી સ્ટીવ જોબ્સે આ નિરાળી-નખરાળી દુનિયાને કાયમી ‘આવજો’ કહી દીધુ. આજના જમાનામાં ઉછરેલા અને ટેકનોલોજી યુગમાં જીવતા લગભગ બધા ને આ નામની જાણ હશે જ. આ એ જ નામ છે જેની પાછળ એક દંતકથા સમાન કંપની છે… એપ્પલ. (હા, એ જ કંપની જેમાં એક ટુકડો ખવાયેલા સફરજન નો લોગો છો !!)

– આ સ્ટિવ જોબ્સ પ્રત્યેના મારા અતિ લગાવ નું કારણ – જબરદસ્ત માઇન્ડ, અસામાન્ય વ્યક્તિત્વ અને મારા જીવનનો એક રોલ મોડેલ. સૌથી મહત્વની વાત – મારા પ્રિય આઇ-ફોન અને આઇ-પોડ નો તે સગ્ગો માઇ-બાપ !!
(અત્યારે યાદ આવતી એક બીજી દુઃખદ નોંધ – મારું આઇ-ફોન લેવાનું સપનું હજુ અધુરું છે. 🙁 )

– આપને સવાલ થયો હશે કે… આ વિષયે આટલી મોડી પોસ્ટ કેમ !! (અને થાય તે પણ સ્વાભાવિક છે.) તો આ રહ્યો ખુલાસોઃ આ સ્ટીવભાઇના (નામ પાછળ ભાઇ લગાવવાની આદતથી મજબુર) અવસાન બાદ તેમના પ્રત્યે સહાનુભુતિ દર્શાવવાનું જે દેશ-દુનિયામાં જે મોજુ ફરી વળ્યું તેમાં હું ભળી ન શક્યો. લોકોને અને તેમને વાંચતો-જાણતો રહ્યો.

– વિચાર્યું હતુ કે કંઇક સુંદર લખીશ આ અસામાન્ય વ્યક્તિત્વ વિશે.. પણ અન્ય લાડીલા મિત્રો અને સન્માનનીય વડીલોએ આ વિષયે તેમની ભાવનાઓ અને સુંદર માહિતી તેમની અનુભવવાણીમાં જણાવી છે. તો એ બધુ વાંચીને મને હવે કંઇ વધુ ન લખવું જ યોગ્ય લાગે છે… મે વાંચેલી કેટલીક માહિતી સુધી પહોંચવાના રસ્તાઓ અહી નીચે મુકી દીધા છે..

# સિધ્ધહસ્ત લેખકોની કલમે શ્રી સ્ટીવ જોબ્સઃ

– ” સ્ટિવ જોબ્સ અને એપલ – ૧૦ વસ્તુઓ
– કાર્તિક મિસ્ત્રી

– ” વેપારાંજલિ- ઇન્ટરનેશનલ આઈડોલ- સ્ટિવ જોબ્સને આઈ-વિદા
– મુર્તજા પટેલ

” સ્‍ટીવ જોબ્‍સઃ આખરે મોત સામે જિંદગી હારી ગઇ! “
– ક્ષિતિજ – હસમુખભાઇ

– “ કહો દુશ્મનને, હું દરિયાની જેમ પાછો જરૂર આવીશ….એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે !
– જય વસાવડા

– ” ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ : ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા
– સતિષ દોશી

# અન્ય

http://www.huffingtonpost.com/2011/10/06/stevejobs-biography_n_997494.html

. .