– માર્ચ મહિનામાં પુરું કરવાનું હતું એ એકાઉન્ટીંગ કામ એપ્રિલમાં પણ જોરશોરથી ચાલું છે. (આખુ વર્ષ કામ છોડીને ભટકયા કરો એટલે આવી હાલત થાય.)
– છેલ્લા બે મહિના દરમ્યાન અન્ય કોઇ જવાબદાર વ્યક્તિ ન હોવાથી માલિક તરીકે ફુલ ટાઇમ ઓફિસમાં બેસવાનો ફાયદો એ થયો કે મારી કાર્યક્ષમતા વધારો અને આડી-અવળી ઉછળકુદમાં ઘણો ઘટાડો નોંધાયો છે. (હવે હું એક જગ્યાએ લાંબા સમય સુધી સ્થિર બનીને કામ કરી શકુ છું.)
– અને નુકશાન એ થયું છે કે હું મારી મસ્ત-મનચલી દુનિયાથી જાણે દૂર ફેંકાઇ ગયો છું. મિત્રો-યાર, સગા-સબંધી અને લગ્ન-સગાઇ જેવા દરેક પ્રસંગ કેન્સલ-લિસ્ટમાં ગોઠવાઇ ગયા છે. (ઘણી ઇચ્છા હોવા છતાં કયાંય જઇ શકાય તેમ નથી.)
– આટલી મોટી દુનિયામાં જયારે આખો દિવસ માત્ર એક ઓફિસમાં વિતાવીને પુરો કરવો પડે એ તો જીવતા નર્ક સમાન કહેવાય. (આ સ્થિતિમાં સુધારો કરવો અતિઆવશ્યક છે.)
– જીવનમાં કોઇ નવા કાર્ય કે કામથી આગળ વધીને કંઇ ક્રિએટિવ કાર્ય ન કરી શકે તેવો માણસ નકામો કહેવાય. સમય ન મળવો તે લગભગ બહાનામાં જ આવે છે; કેમ કે માણસ એક એવું પ્રાણી છે જે તેની ગમતી પ્રવૃતિ માટે ટાઇમ કઇ રીતે કાઢી લેવો તે ખુબ સારી રીતે જાણે છે. (‘હું માણસ છું’, એ મને જ સાબિત કરવું પડશે.)
– ફેસબુક-મેસેજમાં દબાયેલી એક માહિતી મેળવવા માટે ફેસબુકમાં એન્ટ્રી લેવામાં આવી. માહિતી તો મેળવી લેવાઇ પણ હવે માર્કભાઇની સિસ્ટમ મારા FB એકાન્ટને ડીએક્ટિવેટ કરવા નથી દેતી. (તે લોકો તેમની ટેકનીકલ ભાષામાં એમ કહે છે કે “કોઇ સમસ્યા છે, થોડા સમય પછી પ્રયાસ કરજો.”) જુઓ, સમસ્યા કંઇક આવી છે – click here (કોઇ મિત્ર પાસે અન્ય વિકલ્પ હોય તો જાણ કરવા વિનંતી.)
# ઇવેન્ટ્સ :
1. આજે સાંજે અમદાવાદમાં તોફાની ત્રિપુટી દ્વારા આયોજીત અને શ્રી તાહા મન્સૂરી સંચાલિત કાવ્ય-ગઝલ પઠનનો તોફાની મુશાયરો યોજવામાં આવી રહ્યો છે. જેમાં ફેસબુક પર વાંચવા મળતા કવિમિત્રોને એક મંચ પર લાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. (સમયનો ઘણો અભાવ છે તો પણ ત્યાં સુધી પહોંચવાનો સંપુર્ણ પ્રયાસ રહેશે.)
– સમય અને સ્થળ અંગેની માહિતી:
2. આ વેકેશનમાં વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર વાંચનપ્રેમીઓ માટે અ.મ્યુ.કો દ્વારા રાષ્ટ્રિય પુસ્તક મેળાનું જાહેર આયોજન કરવામાં આવ્યું છે. ૭ દિવસના આ પુસ્તકમેળામાં દરેક દિવસે અલગ-અલગ આકર્ષણનું આયોજન પણ છે.
– વધુ માહિતી માટે મુલાકાત લો – http://deshgujarat.com