ઓફિસ.. ઓફિસ..

– કામકાજની ઘણી વ્યસ્તતા પછીની આજે તાજી-તાજી પોસ્ટ. (થોડી ઇંટરનેટ કનેક્શનની પણ રામાયણ હતી.)

– કાલે ૨૬ જાન્યુઆરી હતી, કોઇ દેશપ્રેમ જતાવ્યા વગર દિવસ પુરો કર્યો. (નાના હતા ત્યારે આ દિવસો દેશપ્રેમથી છલકાતા રહેતા, હવે મોટા થયાને એટલે દેશના હાલ જાણીને ઉત્સાહ ઓસરી ગયો છે.)

કાયમી સ્થાન અને વ્યવસ્થા બદલીને નવી ઓફિસ, નવા લોકો અને નવી વ્યવસ્થા સાથે તાલમેલ ગોઠવવો થોડું અઘરું કામ હોય છે. (એક ઘર છોડીને નવા ઘર, પડોશી અને નવી જગ્યાએ સેટ થનાર લોકોની મુશ્કેલીઓ નો આજે અંદાજ આવે છે.)

– સ્વભાવ બદલવો પ્રમાણમાં અઘરું લાગે છે; ઘણી માનસિક તૈયારી છતાં કેટલીક કડકાઇનો ચુસ્ત અમલ કરાવવામાં દિલની સહમતી મળતી નથી. (કદાચ ભગવાને મારામાં ગુસ્સો કરવાનું સોફ્ટવેર ઇનસ્ટોલ કર્યું નથી લાગતું. 🙂 )

– સ્ટાફના લોકો મને કાયમી જોઇને ખુશ થયા છે. (હવે જોઇએ… આ ખુશી કેટલા દિવસ ટકે છે.)

– જો કે બોસ તરીકે હું તેમને કયારેય નડતો/ખખડાવતો નથી એ એક કારણ ગણી શકાય. (પણ કાયમી ધોરણે હું એવો નમ્ર બની ન શકું, એ વાત તે લોકો જલ્દી સમજી જાય તો સારું.)

– બગડેલી સિસ્ટમ સુધારવી એ નવી સિસ્ટમ બનાવવા કરતાં ડબ્બલ મહેનત માંગે છે. ( આ હું નથી કહેતો; મારો અનુભવ બોલે છે !!)

– એક-બે સેલ્સ પર્સનની ખાસ જરુરીયાત લાગે છે. વિચારું છું કે કોઇ રેફરન્સથી મળી જાય તો ઠીક, નહીતો છેલ્લે ન્યુઝપેપર એડવર્ટાઇઝમેન્ટ તો પાક્કું. (જાહેરાત આપ્યા પછીનો એક આખો દિવસ બગડશે તે સમસ્યા પણ ધ્યાનમાં રાખવી પડશે.)

– જો કે જાહેરાત જોઇને આવનાર નોકરી ઇચ્છુક લોકોના ઇન્ટર્વ્યુ લેવા મને કેમેય ફાવતા નથી, આવનાર વ્યક્તિના ઓળખ/અનુભવ પત્ર (Bio-Data) પર થી તેની કાર્યક્ષમતા/કુશળતા/કાર્યદક્ષતા માપવી મુશ્કેલ હોય છે. (મારી બીજી ઓફિસે બે-ત્રણ વખત આવી રીતે લોકોના ઇન્ટર્વ્યુ લીધા છે, પણ છેલ્લે તો કોને હા/ના કહેવી એ મારી માટે વિકટ પ્રશ્ન બની જાય છે.)

– નવી જગ્યાના ધીમા ઇંટરનેટ કનેક્શનને બાય-બાય કરીને નવું સુપર ફાસ્ટ* (કંપનીના મત મુજબ) કનેક્શન અપનાવવામાં આવ્યું છે. (ઓનલાઇન દોસ્તો, તૈયાર રહેજો.. મને સહન કરવા..)


સાઇડટ્રેકઃ ઉત્તરાયણના બીજા દિવસે ‘પવન’ભાઇના રિસાઇ જવાના કારણે ફેસબુક મિત્રોનું મસ્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ, પણ સમય અને ઇંટરનેટની સમસ્યાના કારણે પોસ્ટ કરવાનું રહી ગયું હતુ; જે આ બગીચામાં થોડા સમયમાં જ ઉગી નીકળશે. જોતા રહેજો..

9 thoughts on “ઓફિસ.. ઓફિસ..

  1. સોફ્ટવેરમાંય એવું જ છે બીજા લોકોનું બગડેલું સોફ્ટવેર ફિક્સ કરવા કરતાં નવું લખવું સારું. જો કે, મોટાભાગનાં લોકો આ કહેવતનો અર્થ ઊંધી રીતે લઈને રીઈન્વેન્ટિંગ ધ વ્હીલ કરી લેતા હોય છે:)

  2. In today’s age of social networking it’s important to draw a line which clearly defines what should be shared with world and what should be kept within. According to me you are reveling your emotional side bit too much which can be exploited in adverse manner and used against you. (Provided you being honest in your posts about your emotions/weaknesses) Some smart employee can map your thinking by reading such post and use your weaknesses against you.

    As a thumb rule, I avoid sharing office stuff with rest of the world including my family i.e. wife, mother, etc.

    Just sharing this thought with you in friendly manner.

  3. નોંધ – ફેસબુક મિત્રોના વિશ્લેષણવાળી પોસ્ટ ભારતીય સમય મુજબ કાલે સવારે ૧૦ વાગ્યે રજુ થશે.

    તેનું કારણ – બે પોસ્ટ વચ્ચે મર્યાદિત અંતર રાખવું બ્લોગરો માટે અને તેમના વાચકો માટે હિતકારક હોય છે.

  4. કૃણાલભાઇ, મારા બગીચાની શરૂઆત મેં મારા અનુભવો અને વિચારો વહેંચવા માટે જ કરી હતી, જો કે ત્યારે આટલા બધા લોકો મારી વાતો વાંચશે એવો અંદાજ જરાયે નહોતો… આમ તો હું દરેક વાત જાહેરમાં વહેંચતા પહેલા જ વિચારી લઉ છું કે તેની અસર/આડઅસર શું પડી શકે છે.
    ઉપરાંત જાહેરમાં લખવાની શરૂઆત પહેલા મારી માટે કેટલાક પાયાના નિયમો મે બનાવ્યા હતા જેને અત્યાર સુધી વળગી રહ્યો છું એટલે કોઇ વધારે જોખમ હોય એવું જણાતુ નથી છતાં પણ આપની વાતને સાવ અવગણવા જેવી તો નથી જ. એટલે.. ધ્યાન દોરવા બદલ પણ આભાર.

બોલો, શું કહેવું છે તમારે...