– થોડા દિવસ અગાઉની પોસ્ટમાં કહ્યું’તુ ને કે નવા કેમેરાના ખર્ચ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે તો આજની પોસ્ટ તે નવા કેમેરાને નામ.
– સૌ પ્રથમ તો કેમેરાનો ફોટો:
– હવે કેમેરા વિશે થોડી માહિતી;
- કેમેરા મોડલ: Nikon D3100 (ખોખા ઉપર આવું કંઇક લખ્યું છે.)
- કેમેરા લેન્સ: Nikkor 18-55mm f/3.5-5.6G VR (આવું પણ બોક્સ ઉપર જ છાપેલું છે!)
- કિંમત: 27,150.00 (કોઇને વધારે તો કોઇને ‘ઠીક’ લાગશે, ઓછી લાગે તો કહેજો.)
- વજન: થોડુંક તો છે જ. (આટલો ખર્ચો કરીએ અને જરાયે વજન ન હોય તો કેવું લાગે?)
- આકાર: બિલકુલ કેમેરા જેવો ! (વિશ્વાસ નથી આવતો ને?)
- ઉપયોગ: ફોટો અને વિડીયો ક્લીક કરવા (અને ફોટોગ્રાફર હોવાનો દેખાવ કરવા!)
- ગુણવત્તા: સારી. (ન હોત તો પણ વખાણ તો કર્યા જ હોત.)
- મેળવેલ ઓફર: કેમેરા કીટ ઉપરાંત ટ્રાઇપોડ અને 16GB કાર્ડ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી! (દરેક સ્ટોરમાં ઉપલબ્ધ નથી.)
– હજુ આ કેમેરા માટે હું સાવ નવો છું. (કંઇક ખોટું લખાઇ ગયું?) સોરી, આ કેમેરા મારી માટે સાવ નવો છે!
– હજુ શીખવાની શરૂઆત કરી છે એટલે થોડા દિવસો સુધી તો મારા શીખાઉ ફોટોને તમારા માથે (વાંચો; આંખે) મારવામાં આવશે. (નોંધ: દેખનારના આંખ-માથાની અમે કોઇ જવાબદારી લેતા નથી જેથી કોઇએ પોતાને થયેલી ઇજા દેખાડીને તકરાર કરવી નહી.)
– જુઓ મારા શીખાઉ ફોટોના કેટલાક નમુનાઓ:
– ગમે તો વાહ કહેજો, ન ગમે તો આહ કહેવાની છુટ છે! અને કોઇ જાણકાર વડીલ-મિત્રો મારા ફોટો અંગે ટીકા-ટીપ્પણી સાથે માર્ગદર્શન આપશે તો વધુ આનંદ થશે.
– બસ, આજે આટલું સહન કરી લો ભઇસાબ. બીજું ફરી કયારેક…. 🙂