Prada to Nada!

Cedar High Trees near Hidamba Temlple, Manali, Himachal Pradesh. હિડંબા મંદિર, મનાલી, હિમાચલ પ્રદેશમાં આવેલી સુંદર હરિયાળી અને મોટા વૃક્ષો

~ આ નામથી કોઇ મુવી યાદ છે? નથી..? 🙁 ઓકે.. પણ મને યાદ છે. સરસ મુવી છે. એકવાર જોવાય.

~ પણ આજે તે મુવી વિશે કોઇ વાત નથી કરવી. ‘Prada to Nada’ ટાઇટલને માત્ર રૂપક1 તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે!

~ હા તો વાત એ છે કે અગાઉ જે ઠંડા પ્રદેશની સહેલગાહ વિશે જણાવ્યું હતું તેવા સિમલા, મનાલી, ડેલ્હાઉઝી, ધરમશાળા, ખજ્જીઆર જેવા ઠેકાણે મસ્ત મૌસમમાં દિવસો વિતાવ્યા પછી અમદાવાદમાં સેટ થવું અઘરું લાગે ને ભાઇ..

~ કેમ અઘરું લાગે?? એકવાર નીચેની છબીઓને જોઇ લો તો સમજાશે…

greenery, ice mountains in Manali, Himachal Pradesh. હરિયાળી અને બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં મનાલી શહેરના રિસોર્ટમાં..
greenery, ice mountains in Manali, Himachal Pradesh. હરિયાળી અને બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
ફરીવાર.. મનાલી, હિમાચલ પ્રદેશ, ‘અતુલ્ય’ ભારતમાં!
greenery, ice mountains in Manali, Himachal Pradesh. હરિયાળી અને બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
રોહતાંગ, હિમાચલ પ્રદેશમાં..
Traffic in ice Mountains in Manali, Himachal Pradesh. બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
રોહતાંગ જતાં ટ્રાફિકમાં અને ઉંચી-ઉંચી હિમશીલાઓની વચ્ચે ચિલ્ડ વાતાવરણમાં..
Ice Mountains in Manali, Himachal Pradesh. બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
સ્નો પોઇન્ટ પર… બરફથી છવાયેલાં પહાડોમાં..
greenery, ice mountains in Manali, Himachal Pradesh. હરિયાળી અને બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, મનાલી, હિમાચલ પ્રદેશ
સોલાંગવેલીની આસપાસમાં, હિમાચલપ્રદેશમાં ક્યાંક..
greenery, ice mountains in Simla, Himachal Pradesh. હરિયાળી અને બરફના પહાડો સાથેનું સુંદર દ્રશ્ય, સિમલા, હિમાચલ પ્રદેશ
ધરમશાળા જતાં રસ્તામાં, હિમાચલ પ્રદેશમાં ફરતાં ફરતાં..
Beautiful green ground covered by high trees and a lake in center at Khajjiar village of Himachal Pradesh. ખજીઆર, હિમાચલ પ્રદેશમાં આવેલી સુંદર હરિયાળી, વિશાળ મેદાન, તળાવ અને મોટા વૃક્ષો
ખજ્જીઆરના એ ફેમસ લેક પર..

~ કહાં હિમાચલ કી વો મસ્ત વાદીયાં, ઔર કહાં અહમદાબાદ કી… (ના. મારા અમદાવાદ વિશે તો કંઇ ખરાબ પણ નહી બોલાય.)

~ ત્યાં અને અહીયાં વાતાવરણનો આટલો મોટો ફરક જોઇને અમારા માટે તો ‘Prada to Nada’ જેવી સ્થિતિ છે. (આ વિશે વધુ જાણવા જાતે જ ગુગલ કરી લેશો તો ઠીક રહેશે. સંસ્થાનો સમય બચશે. 🙏)

~ હરિયાળી, પ્રકૃતિ અને ઠંડક જોઇને મન ખુશ તો હતું. અને આટલા દિવસ બહાર વિતાવ્યા હોય એટલે અમદાવાદ યાદ આવે એ સ્વાભાવિક છે, પણ આવી ને જોયું તો અહીયાં ઓહ ગરમી, આહ ગરમી.. ઉફ્ફ ગરમી… (હું તો એવી રીતે વાત કરું છું જાણે આ પહેલા ક્યારેય અમદાવાદની ગરમી જોઇ જ ન હોય! #નોટંકી 🤓)

~ સમય મળ્યે આ પ્રવાસ વિશે વિસ્તૃતમાં લખવામાં આવશે. એક-બે અલગ વિષય પર લખાયેલું પડયું છે તો વહેલા તે પહેલાના ધોરણે તે વાતને માન આપવામાં આવશે. (લી. હુકમથી) 

~ અસ્તુ.


*હેડર ચિત્ર ઓળખઃ હેડંબા મંદિર પાસે, મનાલી

*ઉપરોક્ત સર્વ છબીને કંડારનાર: સ્વ્યં હું!
સર્વ હક આરક્ષિત.

*ખાસનોંધઃ ટાઇટલ અત્રે સેટ નથી થતું એવું કહીને તકરાર કરવી નહી.


બ્રેક એલર્ટ!

~ જાહેર જગત નોંધ લે કે આ સંસ્થાના સંસ્થાપક (એટલે બગીચાના માળીભાઇ!) ઠંડા પ્રદેશની સહેલગાહ કરવા હેતુ લગભગ 12 દિવસ બ્રેક ઉપર રહેશે, જેથી સંપર્ક નહિવત રહે તો દરગુજર કરશો. 🙏

~ હું જાણે ખાસ હસ્તી હોઉ એવા ભ્રમમાં ઉપરોક્ત જાહેરાત કરવામાં આવી હોવાનું લાગી શકે. (મને જ લાગે છે તો બીજાને એવું જણાય તે સ્વાભાવિક છે.)

~ ‘મગજમાં રાઇ ભરાઇ જવી‘, આ કહેવત કદાચ મારા જેવા લોકોની આવી માનસિક-વિકૃતિ દર્શાવવા માટે જ બનાવવામાં આવી હોવી જોઇએ! 🙂 (સાઇડટ્ર્રેકઃ દરેક ભાષાની કહેવતોને મુલ્યવાન ઘરેણાં કહેવાય; ભાષાનો આ પ્રકાર મારો ફેવરીટ છે.)

~ એમ તો ઇંટરનેટ કનેક્ટેડ રહીશ પણ ટુકડે-ટુકડે. નોટીફીકેશનને મુડ કે સમય અનુસાર ચેક કરવામાં આવશે. (કોઇને ટુકડે-ટુકડે વાંચીને પાછળ ‘ગેંગ‘ શબ્દ યાદ આવી ગયો?, તો ઝી-ન્યુઝ સિવાય બીજી ચેનલ્સ પણ જોવાનું રાખો ભાઇ..)

~ થોડા દિવસ માટે કામકાજમાંથી બ્રેક લેવાનો છે એટલે હવે અહીં લખવા કરતા થોડું કામ પણ કરી લઉ તો મારી માટે સારું રહેશે. હે ને? (એમ જ રોજેરોજ કંઇપણ લખ્યા રાખું છું તો કોઇને જાણીને નવાઇ પણ લાગી શકે કે હું કામધંધોયે કરું છું!)

~ લગભગ અઠવાડીયાથી ઓફિસમાં ભવિષ્યનું એ આયોજન ચાલે છે કે આ દસ-બાર દિવસમાં કઇ-કઇ જરૂરિયાતો ઉદ્ભવી શકે અને કઇ-કઇ સંભાવનાઓ જન્મી શકે! (હું બ્રેક ઉપર હોઇશ, ઓફિસ તો ચાલુ રહેશે યાર..)

નીંદામણઃ રમેશભાઇ કી માં કેહતી થી, ધંધા કરને સે કોઇ છોટા નહી હોતા, ઔર ધંધે સે બડા કોઇ કામ નહી હોતા

અપડેટ્સ – 170224

~ નક્કી કર્યુ’તું કે દરેક અઠવાડીયે એક નવી પોસ્ટ ઉમેરવી પણ અમે જો નક્કી કરેલું કરતા હોત તો આટલા વિચિત્ર ન હોત. (એમ પણ પ્લાન કરેલી જીંદગી કેટલી બોરીંગ લાગે યાર..)

~ આવતી કાલે મિત્રો સાથે આબુ જવાનું છે. એમ જ, કારણ વગર. ઘણાં વર્ષો પછી આવી બોય્ઝ-ટુર કરવામાં આવી રહી છે. આબુનું નામ આવે એટલે લોકોના કાન ઉંચા થઇ જાય! અરે ના ભાઇ…અમારો હેતુ પહેલા પણ એ નહોતો અને આજે પણ નથી. આજસુધી તેને ટેસ્ટ કરવાનો પણ ચાન્સ નથી લીધો. (#પીયક્કડ-લોકો-માટે-ચોખવટ)

~ હું હજુયે નક્કી નથી કરી શકતો કે તે બધું સારું ગણવું કે ખરાબ. પુરાણો કહે છે કે મદિરાપાન તો દેવતાઓ પણ કરતાં અને આજે જેમનો દિવસ છે તે મિસ્ટર શીવજી પોતે હુક્કાના શોખીન હતા! (કાયદાકીય જરૂરી વાક્ય: મદિરાપાન ગુજરાતમાં પ્રતિબંધિત છે અને હુક્કાબાર પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય થઇ ચુક્યો છે. તથા અમે સીધી કે આડકતરી રીતે તેવી કોઇ વસ્તુનો પ્રચાર નથી કરતા.)

~ ગુજરાતમાં આ બદીથી દુર રહેનાર વ્યક્તિ મુખ્ય બે કારણસર દુર હોઇ શકે; કાયદાનો ડર અથવા તો ચાન્સની ગેરહાજરી. એમ તો શોખીનો સરહદ પાર કરીને ચાન્સ લઇ લે છે, તો કોઇ સરહદ અંદર પણ આરામથી મળી રહે તેવી વ્યવસ્થા શોધી લે છે! (નથી ખબર? ઓપન સિક્રેટ છે ભાઇ!) જો કે અમને ચાન્સ હોવા છતાંયે સ્વયં સંયમથી દુર છીએ. (અને કાયદો તો સંયમમાં રહેવાથી આપોઆપ પળાઇ જાય છે. 😀 )

~ મારા એક બિઝનેસ પાર્ટનર યુ.પી.થી હતા. તેમના વિશે આમ જાહેરમાં કહેવાય તો નહી તો પણ1 જાણી લો. ન હોવી જોઇએ એવી લગભગ દરેક બુરી આદત તેમને હશે એવું કોઇ પણ કહી શકે. તેઓ મને એક વાત વારંવાર કહેતા કે, “આપ કો તો ભગવાન લાત માર કે વાપસ ભેજેગા ઔર બોલેગા કી જાઓ પેહલે સબકુછ કરકે આઓ.”

નોંધ લેશો: લંકામાં રાક્ષસો વચ્ચે નિરાધાર હોવા છતાંયે પવિત્ર રહેલી સીતા જેટલો જ પવિત્ર હું આજે પણ છું! ઓકે, આ કળયુગમાં સંપુર્ણ પવિત્ર કોઇ ન હોઇ શકે; પણ એટલીસ્ટ આ બાબતે તો 100% શુધ્ધ છું જ. 🙂

~ શ્વાસ લેવાની અને મન ફાવે એમ રહેવાની, આ સિવાય બીજી કોઇ લત હજુ સુધી લાગી નથી. ન બીડી, ન ગુટખા, ન સીગારેટ, ન તમાકુ.. કંઇ જ નહી. હા, ચા પણ નહી. (આમાં પણ કોઇને હું સારો વ્યક્તિ લાગીશ; તો.. કોઇ મને મુર્ખ માણસ ગણશે!)

~ બે દિવસનો પ્લાન છે પણ હું એ વિચારું છું કે, ત્યાં બે દિવસ કરીશું શું? ખૈર, મિત્રો રાખે એમ રહીશું..

~ ચલો, હવે બેગ પેક કરીએ. સવારે વહેલા નીકળવાનું છે.

~ ફરી મળીશું.. આવજો.

~ ખુશ રહો. 🙂