ચેતવણી અને અપડેટ

# ચેતવણી

~ જાહેર જનતા એ ખાસ નોંધ લેવી કે આજકાલ ઠંડી વધી રહી છે તો સૌએ વહેલી સવારે અને મોડી રાત્રે સ્વેટર પહેરીને જ બહાર નીકળવું…. (જુઓ…. મારા બગીચામાં પણ બરફ વરસી રહ્યો છે.. હવે તો સાચવજો હોં ને.. ) 😉

આમાં ચેતવણી જેવું કંઇ નથી અને આજે 2018 માં આ પોસ્ટ જોઇને મને પણ હસવું આવ્યું! 😀 ખૈર, પેલી બરફ વરસવાની વાત તો ટોટલ આઉટ-ઓફ-ડેટ છે. આ તો જુના ટાઇમમાં લખાયેલું છે અને તે સમયની મારી નાદાની બતાવતી યાદગીરી છે એટલે એમ જ રહે તેમાં તેની શોભા છે!1અપુન તો ઇમોશનલ હો ગયા યાર..[/efn_mote/

# અપડેટ્સ #

– મોબાઇલથી ટ્વીટર પર ટ્વીટ કરવાની શરુઆત…. એ પણ આપણી ગુજરાતીમાં !!!! (ટ્વીટરનું મારા બગીચા સાથે જોડાણ ઘણાં સમયથી હતું પણ હવે રેગ્યુલર ઉપયોગમાં લેવાની ઓફિસિયલ શરુઆત કરી છે.)
કોઇને મારી સાથે જોડાવાની ઇચ્છા હોય તો.. ક્લિક કરો – https://twitter.com/bagichanand

– મોબાઇલથી ગુજરાતીમાં લખવું પ્રમાણમાં અઘરુ કામ છે. (પણ… આપણે તો ગુજરાતીમાં જ પોસ્ટ કરવા મક્કમ છીએ.)

– અણ્ણાજીને આંદોલન તો કરવું જ પડશે… (જોયું… મે તો પહેલા જ કહ્યુ’તુ ને….)

– લાલુ એ (સોરી.. લલ્લુએ) લોકપાલમાં પણ અનામતની માંગણી કરી છે !!!! (ભગવાન જાણે શું થશે આ લોકપાલનું ?)

– સચિનને ભારતરત્ન તરીકે નવાજવાનો રસ્તો ખુલ્લો. (પેલા હોકીવાળા ધ્યાનચંદ ભાઇની સક્ષમ દાવેદારી છતાં તેમનો નંબર અહી નહી આવે તે ચોક્કસ લાગે છે.)

# અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :

  • ત્રણ ફેસબુક ફેન્ડ.
    (બે જણની તો ખબર પડી, પણ આ ત્રીજું કોણ ગયું છે તે સમજાતુ નથી!)
  • તમે અમને અંગત નથી સમજતા?” – આ સવાલ સાથે પાચેક મિત્રોએ પોતાનુ મોટું દુઃખ વ્યક્ત કર્યુ..
    (હવે… દરેકને તો અંગત ન જ કહી શકાય ને.. પણ તેમને કેમ સમજાવવા ?)
  • મારા બગીચાના ફેસબુક-પેજને 2 લોકો દ્વારા unlike કરવામાં આવ્યું.
    (જો કે આ સજ્જનો કોણ હતા તે પણ જાણી શકાયુ નથી.)
  • અને થોડો (ઘણો) ઇમોશનલ અત્યાચાર….
    (આ વિશે કંઇ કહેવા જેવુ નથી રહ્યુ..)

~ બીજુ પણ ઘણું-બધુ છે પણ તે ફરી કયારેક…

bottom image of blog text - ચેતવણી અને અપડેટ

આજની વાત

  • અણ્ણાજી એ સરકાર પાસે જે મનાવ્યું તેની જીતની ઉજવણી પતાવી. (હજુ મનમાં સરકારના ઇરાદાઓ અંગે શંકા છે.)

  • વરસાદ આ વર્ષે ઘણો લાંબો ચાલ્યો છે. સામાન્ય રીતે આ સમયે વરસાદના પાણી ઉતરી જતા હોય છે.

  • મેડમજી આજે મારી માટે એક સરપ્રાઇઝ ગીફટ લાવ્યા છે! આ ગીફટ આપવાનું કારણ સમજાયુ નથી પણ તેની પાછળ તેનો કોઇ ‘માસ્ટર પ્લાન’ જરુર હશે. (જવા દો ને.. આમ પણ આ લેડીઝ લોકો ના દિમાગને અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ પુરુ સમજી શકયા નથી ત્યાં મારા જેવા પામર જીવની શી વિસાત ? )

  • અગાઉ ની પોસ્ટમાં બ્લોગના મુળ વાતાવરણ (Theme) અંગે સુધારાનો જે પ્રસ્તાવ સુચવવામાં આવ્યો હતો તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. (વોટિંગમાં માત્ર હું જ હતો અને મે મારા પક્ષમાં વોટ આપ્યો છે ! )

  • નવું વાતાવરણ કેવું લાગે છે તે અંગે આપનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો. (તમને જે લાગે તે… પણ મને તો ગમે છે.)

  • મારી સાથે ઘણી ખુશીથી જોડાયેલ એક મિત્રએ મને તેના ફ્રેન્ડ લિસ્ટ માથી ચુપચાપ કાઢી નાખ્યો છે. (તેનું કારણ તો તે જ જણાવી શકે….પણ મને તેનુ ઘણું દુઃખ થયું છે.)

  • આમ તો નવા સંબંધો બાંધવામાં ગમે એટલી ચોકસાઇ રાખીએ છતાંયે કયાંક તો ભુલ થઇ જ જાય છે. હવે ઘણું સાચવીને આગળ વધીશ.

  • ધંધાકીય કામકાજ હવે ખુલવા લાગ્યા છે એટલે હવે વળી નવરાત્રી-દિવાળીની તૈયારીઓ માં જોતરાવું પડશે. 🙂

  • ઘરમાં સામાન્ય તાવનો (અને તેની દવાઓ નો) સ્વાદ વારાફરતી બધાએ ચાખ્યો, હવે તે સ્વાદ પડોશીઓ ચાખી રહ્યા છે. (એમાં અમારો કોઇ વાંક નથી, એ તો જેવુ જેનુ નસીબ.)

અને છેલ્લે…

  • બે દિવસ સરકારી રજા છે પણ મારી ઓફિસ ચાલુ છે એટલે ધંધે લાગેલા રહેવું પડશે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ હોવાથી આમ તો દિવસ રજા જેવો જ રહે છે.

 

  • સરકારી લોકો માણજો અને..

  • મારા જેવા લોકો પોતાનું કર્મ કરવામાં માનજો… આવજો..

 

  • મળતા રહીશું..