ચેતવણી અને અપડેટ

# ચેતવણી

~ જાહેર જનતા એ ખાસ નોંધ લેવી કે આજકાલ ઠંડી વધી રહી છે તો સૌએ વહેલી સવારે અને મોડી રાત્રે સ્વેટર પહેરીને જ બહાર નીકળવું…. (જુઓ…. મારા બગીચામાં પણ બરફ વરસી રહ્યો છે.. હવે તો સાચવજો હોં ને.. ) 😉

આમાં ચેતવણી જેવું કંઇ નથી અને આજે 2018 માં આ પોસ્ટ જોઇને મને પણ હસવું આવ્યું! 😀 ખૈર, પેલી બરફ વરસવાની વાત તો ટોટલ આઉટ-ઓફ-ડેટ છે. આ તો જુના ટાઇમમાં લખાયેલું છે અને તે સમયની મારી નાદાની બતાવતી યાદગીરી છે એટલે એમ જ રહે તેમાં તેની શોભા છે!1અપુન તો ઇમોશનલ હો ગયા યાર..[/efn_mote/

# અપડેટ્સ #

– મોબાઇલથી ટ્વીટર પર ટ્વીટ કરવાની શરુઆત…. એ પણ આપણી ગુજરાતીમાં !!!! (ટ્વીટરનું મારા બગીચા સાથે જોડાણ ઘણાં સમયથી હતું પણ હવે રેગ્યુલર ઉપયોગમાં લેવાની ઓફિસિયલ શરુઆત કરી છે.)
કોઇને મારી સાથે જોડાવાની ઇચ્છા હોય તો.. ક્લિક કરો – https://twitter.com/bagichanand

– મોબાઇલથી ગુજરાતીમાં લખવું પ્રમાણમાં અઘરુ કામ છે. (પણ… આપણે તો ગુજરાતીમાં જ પોસ્ટ કરવા મક્કમ છીએ.)

– અણ્ણાજીને આંદોલન તો કરવું જ પડશે… (જોયું… મે તો પહેલા જ કહ્યુ’તુ ને….)

– લાલુ એ (સોરી.. લલ્લુએ) લોકપાલમાં પણ અનામતની માંગણી કરી છે !!!! (ભગવાન જાણે શું થશે આ લોકપાલનું ?)

– સચિનને ભારતરત્ન તરીકે નવાજવાનો રસ્તો ખુલ્લો. (પેલા હોકીવાળા ધ્યાનચંદ ભાઇની સક્ષમ દાવેદારી છતાં તેમનો નંબર અહી નહી આવે તે ચોક્કસ લાગે છે.)

# અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :

  • ત્રણ ફેસબુક ફેન્ડ.
    (બે જણની તો ખબર પડી, પણ આ ત્રીજું કોણ ગયું છે તે સમજાતુ નથી!)
  • તમે અમને અંગત નથી સમજતા?” – આ સવાલ સાથે પાચેક મિત્રોએ પોતાનુ મોટું દુઃખ વ્યક્ત કર્યુ..
    (હવે… દરેકને તો અંગત ન જ કહી શકાય ને.. પણ તેમને કેમ સમજાવવા ?)
  • મારા બગીચાના ફેસબુક-પેજને 2 લોકો દ્વારા unlike કરવામાં આવ્યું.
    (જો કે આ સજ્જનો કોણ હતા તે પણ જાણી શકાયુ નથી.)
  • અને થોડો (ઘણો) ઇમોશનલ અત્યાચાર….
    (આ વિશે કંઇ કહેવા જેવુ નથી રહ્યુ..)

~ બીજુ પણ ઘણું-બધુ છે પણ તે ફરી કયારેક…

bottom image of blog text - ચેતવણી અને અપડેટ

9 thoughts on “ચેતવણી અને અપડેટ

    1. આભાર સાહેબ. પણ હવે એવા કોઇ સોફટવેરની જરુર નથી લાગતી. જેટલા અને જેવા મિત્રોની જરૂર હતી તેવા લગભગ મળી ગયા છે. એટલે હવે કોઇ એક-બે દુર જતા રહેશે તેનો ગમ પણ નથી રાખવો…

  1. લાઈક અન્લાઈક તો ચાલ્યા કરે દર્શિત ભાઈ. લ્યો તમારા ફેસબુક પેજ ને મારા તરફથી એક લાઈક … અને બીજા લાઈક જોઈતા હોય તો એક અવાજ કરજો… લાઈક નો ઢગલો કરી દઇશ.

  2. મિત્ર,
    – અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :
    તમે મિત્રોને નારાજ કરવાનું જોખમી કામ કર્યું છે.. ખેર! રિસાયેલાંને મનાવી લેજો. જગત લેણદાર છે. આપણે દેણદાર છીએ.

  3. નફાના સરવૈયા તો બધા હોંશે હોંશે દેખાડે ! આ નુકશાનનું સરવૈયુ મુકવા માટે હિંમત જોઈએ !! ધન્યવાદ.

    એક ડખો થયો !!! કલાક બગીચે બેઠો તોય બરફ ના વરસ્યો ! કદાચ હું પહોંચ્યો ત્યાં સ્ટોક ખલ્લાસ થયો હશે 🙂 જો કે આ હર્યોભર્યો, લીલોછમ બગીચો આંખને ઠારે જ છે. આભાર.

    1. ઘણાં એ બરફની ઠંડકને માણી એવા સમાચાર મળ્યા છે પણ આપની કમ્પ્લેન પછી લાગે છે કે વર્ડપ્રેસવાળા કયાંક મને છેતરી ગયા છે…

      જો કે કોન્ટ્રાકટ તો ૨૪x૭ બરફ વરસાવવાનો થયો હતો પણ આ તો તેમની જ આપેલી મફતની જગ્યા એટલે તેમની વિરુધ્ધમાં વધારે કંઇ કહેવાશે નહી… પણ ઠંડીની સિઝનમાં જ ફરીવાર કયારેક પાચ-દસ મિનિટ માટે બગીચે પધારજો…. કદાચ આપની ઉપર બરફ વરસાવવાનો મોકો મળી શકે..

  4. ટ્વીટર પર તમને હવે “ફોલો” કરવાના ચાલુ કરી દીધા છે… (પાછળ જોતા રેહજો…બહુ બધા પીછો ના કરતા હોય..;-) )

    નુકશાનનું સરવૈયું મસ્ત હતું…. જાતે જવા વાળા ને બહુ રોકવા નહિ.

બોલો, શું કહેવું છે તમારે...