બદલાવ નંબર : 1
– બગીચામાં એક નવું બટન મુકવામાં આવ્યું છે, જેની ઉપર ક્લીક કરવાથી તે આપને મારા બગીચાની અણધારી ગલીઓમાં લઇ જશે અને આપની સામે કોઇપણ એક પોસ્ટને1 લાવીને મુકી દેશે. (જો જો, તે બટન હવે હંમેશા દેખાશે!)
– આ ઓપ્શન વર્ડપ્રેસમાં લોગ-ઇન થયેલા લોકો માટે પહેલેથી ઉપલબ્ધ હતું જ; પણ હવે તે મારા બગીચામાં પધારતા દરેક પ્રકારના મુલાકાતીઓની સેવામાં કાયમી હાજર રહેશે! (અહી ભેદભાવ મુક્ત સમાજની રચના કરવાનો મારો ઉમદા ઉદ્દેશ આપને દેખાય છે ને? -નથી દેખાતો? -ઓકે. જવા દો તો..)
– જે લોકો રીડર/ઇમેલમાં આ પોસ્ટ જોઇ રહ્યા છે અથવા તો જેમને આ બગીચા સુધી આવીને તે ‘બટન’ને શોધવામાં આળસ ચઢતી હોય તેમની માટે ખાસ તે બટન અહીં નીચે મુકવામાં આવ્યું છે. (ક્લિક કરતા રહો, વાંચતા રહો….. જયાં સુધી મારા લખાણથી ત્રાસી ન જાઓ ત્યાં સુધી! 😋)
બદલાવ નંબર : 2
– તાજા સમાચાર મુજબ વર્ડપ્રેસદેવે તેમના ભક્તો દ્વારા થતી નીરંતર સેવા-આરાધનાથી ખુશ થઇને Embed Facebook Post નું વરદાન આપ્યું છે! એટલે કે હવે વર્ડપ્રેસમાં સીધેસીધીજ ફેસબુક પોસ્ટને મુકવું ઘણું સરળ બની ગયું છે. (ટ્વીટર માટે તો આ ઓપ્શન પહેલાથી છે જ.)
– એટલે અમે (વાંચો કે, ‘મેં’) હવે દરેક પોસ્ટમાં કોઇ પણ એક ટ્વીટર કે ફેસબુકની પોસ્ટ અહી મુકવાનો નિર્ણય કર્યો છે. તે બહાને ત્યાંની કોઇ-કોઇ અપડેટ અહી પણ સમયે-સમયે નોંધાતી રહે..
– હવે વાત iOS 7 ની કરીએ. આમ તો આ એક બદલાવ જ છે પણ તે મારા આ બગીચામાં સીધો અસરકર્તા નથી; એટલે તેને ઉપર બદલાવની સંખ્યામાં ઉમેરવામાં નથી આવ્યો. પરંતુ તે મારા રોજબરોજ જીવનમાં ચોક્કસ બદલાવકર્તા બની શકે છે.
– એપ્પલ દ્વારા આજે ઓફિસીયલી iOS7 ને દરેક એપ્પલીયાંઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. (ઘણી રાહ જોવી પડી આ અપડેટ માટે તો…. આ અપડેટનો ઇંતઝાર કેવો હતો એ તો કોઇ ‘એપ્પલ’ના ઉપયોગ કરનારને પુછો તો જ ખબર પડે.)
– આ જુઓ, ઓફિસીયલ ન્યુઝ!!