આ અમદાવાદ છે અને અહી રેડિયો…

~ રેડિયો મિર્ચીને દસ વર્ષ પુરા થયાની ઉજવણી ચાલી રહી છે. બે દિવસ પહેલા તેમાં જુના સમયની ઘણી વાતોની ઝલક ફરી સાંભળવા મળી. તો હું પણ યાદ કરી લઉ કેટલીક મમળાવવા જેવી યાદગીરી..

~ સાચ્ચે કહું તો છ-સાત વર્ષ પહેલાના તેના થોડા-ઘણાં રેકોર્ડિંગ મળી જાય તો મને ઘણો મોટો ખજાનો મળ્યા જેવો આનંદ થાય!

radio mirchi 98.3 fm, રેડિયો મિર્ચી 98.3 એફએમ

~ આ પોસ્ટને આમતો અઠવાડીયા પહેલા મુકવાની હતી પણ થોડુ ટાઇપ કર્યા બાદ ફરી કયારેક વધુ ઉમેરીશ તે ખ્યાલે ભુલાઇ ગઇ હતી.

~ આ એ સમયની વાત છે જયારે મારો સ્વર્ણિમ કોલેજ કાળ ચાલતો હતો. (“સ્વર્ણિમ” શબ્દના ઉપયોગમાં માત્ર ગુજરાત સરકારનો ઇજારો નથી; તેની નોંધ લેશો.)

~ કોલેજમાં વટ પાડવા1 ખાસ નવો ખરીદેલો પર્સનલ મોબાઇલ લઇને જવાતું હતું! જેમાં રેડિયોની સુવિધા પણ હતી!! (તે સમયે નવાઇ ગણાતી ભાઇ..) અને એ જ સુવિધાએ પછી રેડિયોને વ્યસન બનાવી દીધુ..

~ સવારે RJ અર્ચના ના મોર્નિંગ-શો થી આંખ ખુલતી અને રાતના લેટનાઇટ શૉ – પુરાની-જીન્સ અને લવ-ગુરૂ ને સાંભળ્યા બાદ તો આંખોમાં ઉંઘ પ્રવેશતી.

~ તે સમયે અત્યારની જેમ ૨૪ કલાક ના સ્ટેશન નહોતા ભાઇ; રાત્રે ૧૨ વાગે એટલે રેડિયો ઠપ થઇ જતો. ત્યારે મીર્ચીએ એક અજાણ્યા હમસફરની જેમ સાથ નીભાવ્યો છે તે ન ભુલી શકાય..

~ ચાલુ લેક્ચરમાં પ્રોફેસરની બોરીંગ થીયરીથી ઉંઘતા બચાવવામાં મિર્ચીનો મોટો ફાળો છે. એ જ મિર્ચીના સથવારે અમે કંટાળાજનક લેક્ચરમાં પણ 100% હાજરી પુરાવી શકયા છીએ! 😉 (એકવાર પ્રોફેસરના હાથે પકડાઇ પણ ગયા છીએ, પછી જે કંઇ થયુ હતું તે અહી જાહેરમાં લખવા જેવુ નથી.)

~ શરુઆતમાં રેડિયો મીર્ચીનું FM સ્ટેશન 91.9 હતુ જે હવે 98.3 છે. તે સમયે કોન્ટેસ્ટમાં જવાબ આપવાના એક મેસેજના 5-8 રુપીયા થતા. કોલેજ ટાઇમમાં મોબાઇલ-બેલેન્સ બચાવી રાખવુ એ ઘણી મોટી ચીજ હોય છે2; અને તો પણ બેલેન્સની પરવાહ કર્યા વગર પ્રાઇઝની લાલચે જવાબો આપ્યા છે! (જો કે આજ સુધી એકપણ વાર પ્રાઇઝ નથી મળી તે હકિકત છે.)

~ મિર્ચીના નવરાત્રી ગરબાના તાલે રાસ રમ્યા છીએ, ઉત્તરાયણમાં લાઉડસ્પીકરને આખો દિવસ માત્ર રેડિયો મિર્ચીના હવાલે મુકીને ઝુમ્યા છીએ અને આવા તો અનેક તહેવારોની યાદગીરીઓ મિર્ચી સાથે વણાયેલી છે.

~ જુના ગીતો પ્રત્યેના મારા આજના લગાવ માં રેડિયો મિર્ચીનો જ હાથ છે. (હાથ એટલે કે અહી મધુર અવાજ સમજવું.)

“આ અમદાવાદ છે અને અહી રેડિયો ‘મિર્ચી’ ના નામે ઓળખાય છે”

~ તમે ઉપરનું આ વાક્ય તો સાંભળ્યુ જ હશે… જો કે અત્યારની તો ખબર નથી પણ તે સમયે3 રેડિયો સાચ્ચેમાં મિર્ચીના નામે જ ઓળખાતો!!!

# આજે તો ઘણું-બધુ બદલાઇ ચુકયુ છે અને બીજા ઘણાં રેડિયો સ્ટેશન આવી ગયા છે; પણ બે-ચાર વાત આજે પણ એવી જ છે, જેમ કે…

  • મારો ફોન લાગવો !! (હંમેશા વ્યસ્ત જ મળે છે !!!)
  • મને કોઇ પ્રાઇઝ ન મળવી. (ચાહે.. ગમે તેટલા મેસેજ કરો..)
  • RJ ધ્વનિતનો અવાજ અને જોશ. (ત્યારે તે સાંજે બમ્પર-ટુ-બમ્પરમાં હતો; અત્યારે હેલ્લો અમદાવાદમાં અમદાવાદીઓની સવાર મધુર બનાવે છે.)
  • રાત્રીના સમયના મધુર ગીતો (હવે લગન પછી તેને રેગ્યુલર સાંભળવાનો લ્હાવો લઇ નથી શકાતો.)
  • ટ્રાફિક બીટ (ત્યારે જેવી હતી તેવી જ લગભગ આજે પણ છે.)

9 thoughts on “આ અમદાવાદ છે અને અહી રેડિયો…

  1. હું ક્યારેય રેડીઓ નો શોખીન થઇ નથી શક્યો કારણકે જિંદગી જ એવી રીતે રહી છે કે મેળ યોગ્ય પડ્યો જ નથી.
    મને થોડો અફસોસ ખરો એ બાબત નો.
    પણ લોકો નું વાંચી અને સાંભળી ને આનંદ લઇ લઉં છું 🙂

    તમારી પોસ્ટ ગમી 🙂

    1. થેન્ક્સ જીગરભાઇ. મિર્ચીની શરુઆત અને મારી કોલેજની શરુઆત લગભગ સાથે થઇ હતી. તે સમયે આમ પણ ફિલ્મોનુ ભુત વધારે વળગે અને મિર્ચીએ મારી અંદરના ફિલ્મી ભુતને ગમતી હવા આપી હતી એટલે આપણને તેની સાથે લગભગ વળગણ જેવુ થઇ ગયુ હતુ. હજુ પણ તે દિવસોની યાદ સાથે મિર્ચી જોડાયેલી છે.

      બસ સ્ટેન્ડ પર, AMTSમાં, બાઇક પર, ચાલુ ક્લાસમાં એક ઇયરફોન દોસ્ત સાથે સૈર કરીને મિર્ચી સાથેનો સમય વિતાવ્યો છે.. ઉપરાંત ઉઠતા, સુતા, ચાલતા, દોડતા પણ રેડિયો કાનમાં ખોસી રાખ્યાના સંભારણા છે…

  2. હજી આજે પણ જયારે અમદાવાદમાં હોઉં છું ત્યારે રેડિયો મિર્ચી અચૂક સાંભળવાનું. ટીવી ત્યારે લગભગ બંધ જ રાખવાનું. અને ધ્વનિત નો અવાજ — ક્યારેય ના ભૂલાય એવો.
    સરસ રેડિયો મિર્ચી ની યાદ અપાવી દીધી.
    I miss radio mirchi.

  3. દર્શિતભાઇ,
    રેડિયો ઉપર લખેલી મજાની પોસ્ટ. હું પણ તમારી જેમ રેડિયોનો દિવાનો છું.

    – રેડિયો મિર્ચીનું જુનું સ્ટેશન ૯૧.૯ હતું અને એ વખતે “Good Morning Ahmedabad” સાંભળવાની બહુ મજા આવતી હતી કારણ કે ભાઇ RJ Archana નાં અવાજમાં એક અજબનો જાદુ હતો.તેની બોલવાની સ્પીડ સુપર્બની હતી.(આજે એવી જ સ્પીડ RJ Aditi (with Harshil) ની છે જે 93.5 Red FM માં સાંજે 5 to 9 માં GJ 93.5 શૉ માં આવે છે.)

    – રેડિયો પર કંઇ પણ નવી વાત લાવવી હોય (e.g. Traffic Update, Mirchi Birthday Wishes) તો શરુઆત મિર્ચી થી જ થાય…

    હાલ તો અમદાવાદમાં છું એટલે મિર્ચી સાંભળવાનો લ્હાવો ચોક્કસ લઇ શકું છું… 🙂

    1. રેડિયોની દિવાનગી હવે ગાડીમાં હોઉ તે પુરતી જ મર્યાદિત થઇ ગઇ છે… રસ હજુ પણ એટલો જ છે પણ હવે એવો સમય નથી રહ્યો કે દિવસ તેની સાથે વિતાવી શકાય. હા, સવારમાં ધ્વનિતનો અવાજ સાંભળવા મળે છે..

      RJ અર્ચના ના અવાજ અને સ્ટાઇલને હુ હજુ ભુલ્યો નથી… RJ અદિતીની શરુઆત પણ કદાચ મિર્ચીથી જ થઇ છે અને આવી જ એક બીજી RJ દેવકી હતી જેને પણ મિર્ચીમાં મિસ કરુ છું…

  4. પિંગબેક: » આ અમદાવાદ છે અને અહી રેડિયો… » GujaratiLinks.com
  5. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
    ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

    આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
    બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

    સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

બોલો, શું કહેવું છે તમારે...