બગીચાની પ્રથમ વાર્ષિક વિકાસ ગાથા

. . .

– વર્ડપ્રેસ દ્વારા મારા બ્લોગનુ સરવૈયુ સુંદર રીતે તૈયાર કરીને ઇમેલ દ્વારા મોકલવામાં આવ્યુ છે. જો કે તેમણે મોકલ્યુ તો ત્રણ દિવસ પહેલા છે પણ મે આજે જોયુ. (ભુતકાળ વાગોળવો આમ પણ મને બહુ ગમે અને સરવૈયામાં તો એ જ છે !!)

ગયા વર્ષ દરમ્યાન વિતેલા જીવનનું વાર્ષિક સરવૈયુ તો આગળની પોસ્ટમાં મુક્યુ પણ જાણ્યુ કે ઘણાં બ્લોગરો તેમના બ્લોગમાં બ્લોગીંગ વિશેનો વાર્ષિક અહેવાલ મુકે છે તો હું કેમ પાછળ રહું ? (બાબા બને હૈ તો હિન્દી બોલના પડેગા..)

# લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ બિગનીંગ :

– મારા બગીચાની શરૂઆત માર્ચના મસ્ત માહોલમાં… પ્રથમ પોસ્ટ – કર્યા કંકુના…

– બ્લોગમાં મારી દિનચર્યા લખવાની શરૂઆત જુનમાં થઇ. (જે ઘણાં ઉતાર-ચઢાવ અને બદલાવ પછી હજી પણ ચાલી રહી છે !!)

– ઓગષ્ટમાં શરૂઆતની મુળ થીમમાં બદલાવ. (જુની થીમની કોઇ યાદગીરી અત્યારે ઉપલબ્ધ નથી.)

– શરુઆતમાં દરેકને મુક્ત મને પોતાનો પ્રતિભાવ આપવાનો હક આપવામાં આવ્યો પણ બે-ચાર અળવિતરા મુલાકાતીઓ ના કારણે નવેમ્બરમાં દરેક અજાણ્યા મુલાકાતીઓના પ્રતિભાવ પર ચોકીપહેરો ગોઠવવાનો નિર્ણય લેવાયો.

– માર્ચમાં શરૂ થયેલ મારી બ્લોગયાત્રા એ ડિસેમ્બરમાં ૧૦,૦૦૦ નો આંકડો પાર કર્યો. (જો કે કોઇ એક સમયે બ્લોગના વાચકોની સંખ્યા તરફ ઘણું ધ્યાન રહેતુ જેનુ હવે એટલુ આકર્ષણ નથી રહ્યુ.)

# કેટલીક આંકડાકીય માહિતી :

  • સૌથી વધુ વંચાયેલ પોસ્ટ – ઉફ્ફ… યે શાદીયાં… (આજના લગ્નો)
  • સૌથી વધુ મુલાકાતીઓ – ડિસેમ્બર (2,927)
  • સૌથી ઓછા મુલાકાતીઓ – માર્ચ (182)
  • બગીચામાં ઉગાડવામાં આવેલા કુલ વૃક્ષો અને છોડવાઓ – 65
  • વર્ષ દરમ્યાન કુલ મુલાકાતીઓ – 10,211
  • 2011 માં કુલ કોમેન્ટ્સ – 396
  • બ્લોગથી સંપર્કમાં આવેલ મિત્રો – અગણિત (દરેક વાતને આંકડામાં માપી ન શકાય.)
  • અને વર્ષ દરમ્યાન ઘણાં અજાણ્યા લોકોનો અવિરત મળેલો અને મળતો રહેતો અપાર પ્રેમ

– આમ તો બ્લોગની શરૂઆત માર્ચમાં થઇ હોવાથી આ અહેવાલ 10 મહિનાનો જ કહેવાય પણ છતાંયે ડિસેમ્બરને વર્ષનો અંત ગણીને વાર્ષિક અહેવાલ રજુ કરવામાં સરળતા વધુ રહેશે એમ લાગે છે.

– આપ સૌનો અને વર્ડપ્રેસનો દિલથી આભાર.

. . .

5 thoughts on “બગીચાની પ્રથમ વાર્ષિક વિકાસ ગાથા

  1. શ્રી દર્શિતભાઈ,

    સરસ સરવૈયું કાઢીને રજુ કર્યું છે.

    ૨૦૧૧ માં સરવૈયું સારું કહેવાય હવે ૨૦૧૨ માં બગીચો લીલોછમ બની

    સુંદર મઝાના પુષ્પ પાંદડીથી છવાયી જાય એવી શુભ કામના.

  2. ભાઈશ્રી. દર્શિતભાઈ સાહેબ

    આપના બગીચાનું સરવૈયુ જોઈ આનંદ થયો.

    ચાલો ત્યારે આપના બગીચામાં મારા એક ફુલ છોડ

    રોપી આવું એક કરી આવ્યો.

    અભિનંદન સાહેબ

Leave a Reply to KrunalCCancel reply