– આ અંગરેજીમાં મથાળું એટલે રાખ્યું છે કે વાંચનારને કંઇક નવું લાગે અને આ નવું કરવાનું કારણ એ છે કે આજે અહી જે રજુ કરવામાં આવી રહ્યું છે તેને કોઇએ અહી પહેલા કયારેય નહી જોયું હોય!! (ઓકે, એટલી મોટી વાત નથી..)
– વાત એમ છે કે આજની આ પોસ્ટ સાથે પ્રથમ વાર અમે અમારા પોતાના, અંગત, સાચુકલા ફોટો સાથે મારા બગીચામાં રજુ થવા જઇ રહ્યા છીએ… ઢેટેણેણ….. (ચેતવણીઃ બગીચાના માળીના હાથમાં ત્રિકમ-પાવડો કે પાણીનો ફુવારો જોવાની ઇચ્છા હશે તો તે આજે પુરી નહી થાય.)
– મારા દર્શનની ઘણાં મિત્રોને લાંબા સમયથી આશા હતી અને તેઓની મારી પ્રત્યે આસ્થા ટકી રહે એટલે આપેલ વચન અનુસાર હું સ્વ્યં અહી ‘દર્શન‘ આપી રહ્યો છું. દર્શન કર્યા બાદ પોસ્ટની નીચે લખાયેલા મારા બેન્ક એકાઉન્ટ નંબરમાં દાન જમા કરાવી દેવું જેથી કિરપા(ઉર્ફે કૃપા) સમયસર મળી જાય. ભક્તોને ધક્કામુક્કી ન કરવા અને ઇંટરનેટ ટ્રાફિકને સહયોગ કરવા ખાસ વિનંતી છે. 😀 (અહી ‘દર્શિત દરબાર‘ ચાલું કરવાનો કોઇ ઇરાદો નથી, આ તો બે ઘડીની ગમ્મત હતી. છતાંયે ખરેખર દાન આપવા ઇચ્છતા ભક્તોએ એકાઉન્ટ નંબર અંગતમાં માંગી લેવો, હું આપીશ યાર. 😉 )
– આગળની પોસ્ટ લખતી વખતે વિચાર્યું’તું કે હવે તો નવરાશનો ઘણો સમય છે તો અહીંયા રોજેરોજની નાની-મોટી અપડેટ્સ નોંધવામાં આવશે પણ આખરે તો ધાર્યું ધણીનુંં થાય છે. અને અહી કોઇ ધણીએ મારી સાથે કંઇ ધાર્યું કરાવ્યું નથી; જે થયું છે એ બધુ મારા જ પરાક્રમોની દાસ્તાન છે. (આમ તો ધણીયાણીની સામે ધણીનું કયાંય ધાર્યું થતા જાણ્યું નથી, છતાંયે આ તો કહેવત છે એટલે થયું કે ઉપયોગ કરી લઇએ. 😀 )
– છેલ્લા અપડેટની વાતોને આગળ વધારતી ત્રાસદાયક પોસ્ટ પબ્લીશ કરવા કરતાં થયું કે હવે કંઇક સારું પણ ઉમેરવું જોઇએ! (આજકાલ ઘણાં નવા લોકો Follow કરી રહ્યા છે તો તેમનું સ્વાગત બોરીંગ વાતોથી તો ન કરાય ને યાર..)
– નવરાશના આ સમયને એક ભુલાયેલા શોખ માટે ખર્ચવાનું નક્કી કર્યું છે અને એ ભુલાયેલો શોખ એટલે ફોટોગ્રાફી. કેમેરા તો હાજર હતા પણ એમજ કાંઇ જુના દેશી કેમેરાથી શોખ થોડો પુરો કરાય, તેથી નવા કેમેરાનો ખર્ચો પણ કરી દેવામાં આવ્યો છે! (આ ખર્ચની વિગતો પછી જાહેર કરવામાં આવશે.)
– હવે સ્માઇલ સાથે તમારે તે અંગેની મારી વાતો સહન કરવા પણ તૈયાર રહેવું પડશે. આપકો કભી ભી ક્લીક કર દીયા જા સકતા હૈ…
– છેલ્લે, બધાની વચ્ચે છુપાયેલો-જળવાયેલો-ખોવાયેલો-મળેલો અને ફરીથી ખોવાયેલો એવો સ્વ્યં હું!
નોંધ:
કેમેરાની પાછળ ભલે આખો દેખાતો ન હોઉ પણ આખરે છું તો હું જ ને! સો, નો કમ્પલેઇન પ્લીઝ. 🙂
બેન્ક એકાઉન્ટ નંબર માંગવામાં શરમ કેવી? શરમમાં રહેશો તો રહી જશો, પછી કહેતા નહી કે મેં કીધુ નહોતું. 😉
તમે પણ છેલ્લે કોણી એ ગોળ વળગાળ્યો ..
હમણાં તો તેની સુગંધ માણો સાહેબ, ગોળ કોણી એ આવ્યો છે તો કયારેક હોઠ સુધી પણ પહોંચશે. (કદાચ ન પણ પહોંચે, કાંઇ કહેવાય નહી. 😉 )
આ ‘દર્શન’ના દર્શન નથી…કેમેરાના દર્શન છે. 🙂
આ તો ‘દર્શન’નું દાન નહી આપવાનું બહાનું લાગે છે! 😉 ચલો, ફરી જરા ધ્યાનથી જુઓ અને પે…..લા કેમેરાની પાછળ બે મિનિટ ધ્યાન કેન્દ્રીત કરો.. બસ, શ્રધ્ધા હશે તો જલ્દી જ દર્શન થશે !
અને કેમેરા દર્શનની એક અલગ પોસ્ટ આવવાની હજુ બાકી છે.
બનાય્વા ટમે ટો!! (ટોમેટો નહિ… :P)
(જો દર્શિત છબી સાય્બોર્ગ નથી તેમ માનીએ તો) હવે કેમેરાના દર્શન થયા છે તો આગળની પોસ્ટ્સમાં ફોટોગ્રાફીના પણ દર્શન થશે જ એવી આશા છે.
યાર, અમે કોઇને બનાય્વા નથ્ય, ઇ અમારો જ હાવ હાચુકલો ફોટો છે.
અને આપની આશા ચોક્કસ જલ્દી જ પુરી થશે કેમ કે અમારી જેવી-તેવી ફોટોગ્રાફીને હવે તમારે સહન કર્યે જ છુટકો છે.
‘મુખડા ક્યા દેખો દરપનમેં”!!??
દર્પણની સામે ‘ફોટો’ ખેંચવો એ ‘ફોટૉગ્રાફી’ માં ખૂંપી રહેલાં લોકોમાટે પણ પડકાએર્ક્ષમ વિષય છે. તેથી આયના સામે જોવાની અને તેને ફોટામાં કંડારવાની હિંમત માટે (અને “નવા” કેમેરા માટે ખાસ) અભિનંદન.
ફોટામાં એક આંખ કેમેરાના લેન્સ જેવી અને બીજી આંખ તો દેખાતી જ નહોતી . . . જાણે આ કેવું અચરજ 😉
અને પોસ્ટમાં જે હળવાશ વજન કરવાના કાંટાથી મપાઈ છે તે જોતા નક્કી તમારું વજન વધ્યું લાગે છે 😉
અને , ‘ટેણી’નો કશો ઉલ્લેખ નહિ ?
બન્યું એવું કે હું તો અરિસા સામે ઉભો રહીને મારો જ ફોટો ક્લિક કરવા જતો હતો પણ વચ્ચે કયાંથી આ કેમેરા આવી ગયો એ સમજાતું નથી. 😉
જી, આપને સહી પેહચાના. વજન વધ્યું તો છે જ.
અલ્યા, ‘ટેણી’ વિશે તો લખવાનું જ ભુલાઇ ગ્યું. હવે તો તેના પરાક્રમોનું લિસ્ટ પણ ઘણું લાંબુ થતું જાય છે!
અરે ભાઇ… કેમેરા ના ખરચની પણ વાત કરો.. હુ પણ તેવો ખર્ચ કરવાનુ વિચારી રહ્યો છુ. થોડુ તમારા કેમેરા વિશે પણ કહો..
હવે બે-ત્રણ દિવસમાં જ તેના વિશે એક પોસ્ટ પાક્કી. મારા કેમેરા અને ખર્ચ વિશે બધું જ ત્યાં હશે…
thanks for maro bagicho.
અરરે યાર ! ભારે કરી 🙂 પોસ્ટની હળવાશ ગમી , અને તમને હળવાશ માં જોઇને આનંદ થયો
🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂
નિકોન ડી૩૧૦૦ સાથે ૧૮-૫૫મીમી નો લેન્સ. સારો કેમેરો અને સારો ફોટો, પણ તમે અમારી નકલ કરી 🙂 http://0x1f1f.files.wordpress.com/2011/03/img_0091.jpg
આભાર. તમે તો કેમેરા મોડલ અને લેન્સ ને પણ ઓળખી લીધા ! બઢીયા હૈ !
બાકી, નકલમાં તો એવું છે કે….. ઇસ દુનિયામેં કીસી ના કીસી કા ફોટું કીસી ના કીસી કે ફોટું સે મીલતા હુઆ હી લગતા હૈ ! 😉 જો કે મેં નકલ તો કરી છે પણ તમારી નહી હોં!
તો, અમે તમારા સંપૂર્ણ ફોટુઓની અપેક્ષા રાખીને બેઠા છીએ. આજ-કાલ મારો ફોટોગ્રાફી શોખ મરી પરવાર્યો છે. એકાદ મહિનામાં પાછો તેને સજીવન કરવાનો ભવ્ય પ્લાન છે. બ્લોગ પર તેના વિશે અપડેટ કરીશ 🙂
ઘણાં ફોટુઓ અપલૉડ કરવાનો પ્લાન બનાવ્યો છે પણ ક્યાં અને કઇ રીતે કરવા તે વિચારણા હેઠળ છે. અને જો સમય હોય તો આ શોખને પાળવા જેવો ખરો. આપનો ભવ્ય પ્લાન સફળ બને તેવી શુભેચ્છાઓ. 🙂
Nice Model (nikon D3100) 🙂
કઈ ની હવે મારો હેપ્પી ફોટો પડી લો.
ખુદ ને પ્રગટ ના જ કરવા હોય તો …. ના કરો પણ આ વાદળ માં રમતા ચાંદા ની જેમ રહેવાનો શો મતલબ?
દેવી જી, આ મતલબી દુનિયામાં કંઇક બે-મતલબ હોય તેમાં જ મજા છે. જુઓ.. તમે પણ આ બગીચામાં કોઇ જ મતલબ વગર ફરી રહ્યા છો ને… બસ કારણ વગર કંઇક હોય તેનો પણ એક આનંદ હોય છે! અને ચહેરા સિવાય અમે બધી જ રીતે પ્રગટ તો છીએ, આ આખો બગીચો મારું પ્રતિબિંબ બરાબર ઝીલે છે. (યાર, બઉ ભારે લખાઇ ગયું આજે તો!)