– વરસાદ થોડા દિવસમાં સરસ આવ્યો અને એ સમય પણ આવી ગયો જેનો ઇંતઝાર ઘણી આતુરતાથી હતો.
– વરસાદની રમઝટ વચ્ચે કુદરત તરફથી મને મળેલ સૌથી ઉત્તમ ભેટ એટલે – પુત્ર રત્નની પ્રાપ્તિ.
– મારા પરિવારના બગીચામાં ઉમેરાયેલ એક નવો છોડ અને મારા જીવનના એક નવા તબક્કાની શરૂઆત.
– જવાબદારીઓ વધશે તેનો ખ્યાલ છે પણ દિલમાં પિતા બન્યાનો અનેરો ઉમંગ અને ઉત્સાહ છે. અત્યારે તો તેની દરેક નાની-નાની હરકતને હું ઝીણવટથી નિહાળુ છું અને માણું છું. (ઉંઘમાં મલકાતા તેના હોઠની સામે તો આખી દુનિયાની બધી ખુશીઓ કુરબાન…)
– એક કુમળો જીવ જે આ દુનિયામાં મારા થકી આવ્યો તેનું અભિમાન થાય છે. સાથે-સાથે તેના ભવિષ્યની જવાબદારીનો અહેસાસ પણ થાય છે. (હવે હું તેના પિતાના રૂપમાં છું એટલે પિતા હોવાની જવાબદારીઓ સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું.)
– દેખાવમાં તેની મમ્મી જેવો વધુ દેખાય છે પણ સ્વભાવથી પપ્પા જેવો બનશે એવું અનુમાન (એક્સપર્ટ) લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. (તે ભલે કોઇના પણ જેવો લાગે પણ તેણે કોના જેવા બનવું તે તેને જાતે નક્કી કરવા દેવું મને વધારે ગમશે.)
– આજે પાચમો દિવસ થયો છે. તેના હાથ-પગ ઘણાં ઉછાળ્યા રાખે છે અને તેની નાનકડી આંખોથી મને ટગર-ટગર જોયા રાખે છે. (ભગવાન જાણે તે મારા વિશે શું વિચારતો હશે!!)
– તેનું નામ હજુ નક્કી નથી થયું. (અને ઉતાવળ પણ નથી) તેને હાથમાં લઇને ફરતા હજુ ડર જેવું લાગે છે, કયાંક મારાથી તેને કંઇ થઇ તો નહી જાય ને….
ખુબ ખુબ અભિનંદન….. કુમળા છોડ ને મારા તરફ થી પણ ખુ…..બ વહાલ કરજો 🙂
અભિનંદન!! ચીકુ-બકુ-લાલાને વ્હાલ. આ સમય એવો છે કે દરેક મા-બાપ ક્યારેય ભૂલતા નથી. Enjoy!
Congratulations …. 🙂
Congratulations!
અભિનંદન!!
ખુબ ખુબ અભિનંદન! “तेरा नाम करेगा रोशन,जगमें तेरा राज दुलारा.
ખુબ ખુબ અભિનંદન ! Wish you happy Fatherhood …
ખુબ ખુબ અભિનંદન દર્શિતભાઇ,
ફૂલને મારા વતી વહાલ…
આખિર વો ઘડી આ હી ગઇ જીસકા મુજે બરસો સે ઇંતજાર થા.!!! 🙂
આભાર દોસ્ત.
*’બરસો સે ઇંતઝાર થા’ એવું કહી શકાય પણ અહી મહિનાઓમાં ગણવું વધારે યોગ્ય રહેશે!!! 😉
લો… આ બ્રાહ્મણે તો એકાદ મહિના પહેલા જ આગાહી કરી હતી કે તમારે પેંડા જ ખવડાવવા પડશે… સાચી પડી ને? 😀
બગીચા માં એક ફૂલ નું સ્વાગત છે, લીટલ દર્શિત ને આપડા ખુબ વહાલ. અને તમને બધા ને: મે ધ ફોર્સ બી વિથ યુ ઓલ.
થેંક્યુ સો મચ સાહેબ…
અભિનંદન. ટેણિયા સાથે તમારો સમય ક્યાં પસાર થઈ જશે તેનો ખ્યાલ જ નહીં આવશે.
આભાર હિનાબહેન. સમયનું તો કંઇક એવું જ છે. જો કે અત્યારે તેનો મોટાભાગનો સમય ઉંઘવામાં વિતે છે અને મારો સમય તેને ઉંઘતો જોવામાં!!
congratulations……
અભિનંદન
1) મિલ બેઠેંગે તીન યાર { મતલબ કે પરિવાર : ) } , પાપા – મમ્મી – ઓર છોટા બચ્ચા !
2) eપેંડાની રાહ જોવાઈ રહી છે !
3) & last but not the least ” પાપા તો બેન્ડ બજાયે . . . ! “
1) એમાં તો દાદા-દાદી એકલા પડી જશે યાર…
2) આ રહ્યા ઇ-પેંડા.. – https://plus.google.com/photos/114646221156499029138/albums/5779014637688351041?authkey=CLCCk-aftunE2QE
(છેલ્લે ખાધેલા પેંડાની સુગંધ અને ટેસ્ટને ઇમેજીન કરી લેવો..)
3) હા હા હા…. બેન્ડ તો એના લગનમાં બજાવીશું જ પણ અત્યારે તો એ આખી રાત જગાડીને “પાપા કા બેન્ડ બજા રહા હૈ…” 😀 😀 😀
Congratulations .
Yogesh Vaidya
વિરાજભાઇ, કાર્તિકભાઇ, નિલેશભાઇ, સાક્ષરભાઇ, માહી, હર્ષાબહેન અને હમઝાભાઇ, આપ સૌનો દિલથી આભાર..
congrates
thoduk modu………………………………….
many many congratulations darshitbhai to you and your family. God will shower his endless blessing on born baby.
Congratulations. Real foolna mali.Bgichama foolo ghanay hashe pan aana jevu anmol ekey nahi.
ખુબ ખુબ અભિનંદન મિત્ર
ચંદ્રકાંતભાઇ, પ્રશાંતભાઇ, યોગેશભાઇ, દિપકભાઇ, નિરવભાઇ, તુષારભાઇ, અનિલાબેન, ચિનુભાઇ આપ સૌ જાણીતા/અજાણ્યા મિત્રોનો ખુબ-ખુબ આભાર…
ખુબ ખુબ અભિનંદન 🙂 🙂
આભાર પ્રીતીબહેન. (સુધારેલ કોમેન્ટ) 🙂
તમે ખરેખર ખુબ જ ખુશ છો તે જણાઈ આવે છે. જો કે મારું નામ પ્રીતિ છે. 😀 😀
અરે….માફ કરજો પ્રીતીબહેન. વો કયા હૈ કી..ગલતી સે મિસ્ટેક હો ગયા.. 🙂 હમણાં જ સુધારી દઉ છું.
Btw….હું ખુશ તો છું જ અને કારણ પણ એવું જ છે ને…
(જો કે આપનું નામ લખવામાં ભુલ ઉતાવળના કારણે થઇ છે)
Congrats !! Pita Banva Badal khub khub abhinandan !!
હિનાબહેન, ફેસબુક પર આપનો સુંદર મેસેજ પણ મળ્યો. આપના મીઠા-મીઠા શબ્દો અને સુંદર સંદેશ બદલ દિલથી આભાર..
પહેલું બાળક જન્મે છે ત્યારે એક માતા અને એક પિતા પણ જન્મ લે છે !! બાળકનો જન્મ જગતનાં માનવોમાં એકનો ઉમેરો થાય છે પણ નવા જન્મેલા માતા–પિતા કોઈ ઉમેરો કરતા નથી. છતાં તે બન્નેનો જન્મ તો છે જ. બાળક જેમ નવેસરથી બધું શીખે છે તેમ તમે પણ પિતૃત્વ શીખ્યા !!