તાઃ ૧૧-૯-૨૦૧૧
. . .
– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.
– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)
– (કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.
– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)
– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)
. . .

![અપડેટ્સ-44 [Oct'14] અપડેટ્સ-44 [Oct'14]](https://i0.wp.com/i.imgur.com/3zQ8qZ4.jpg?resize=220%2C150&ssl=1)
![31મી વાર્ષિક ગાથા [170609] a person](https://i0.wp.com/marobagicho.com/wp-content/uploads/2017/06/lonely-person.jpg?fit=210%2C104&ssl=1)
ગણપતિ એમ તો સારા, વર્ષમાં એક જ વાર આવે 🙂 અમદાવાદ કરતાં મુંબઈમાં મને શિસ્તતા વધુ લાગી એનું કારણ છે કે મુંબઈમાં વર્ષો થયે આ પ્રસંગ થાય છે અને વિસર્જનના રસ્તાઓ નક્કી કરેલા જ છે. જોકે ત્યાંય રસ્તા પર પંડાલ બને છે પણ કોઈ રસ્તો બંધ કરવામાં નથી આવતો (જ્યાં સુધી મેં દેખેલ છે ત્યાં સુધી).
મુંબઇવાળા એ બાબતે નશીબદાર અને શિસ્તપ્રેમી ખરા !!! મારા અમદાવાદીઓ માં એવી શિસ્તતા કયારે આવશે તે તો ભગવાન જાણે…
બગીચાના માળી તરીકે આવનારા દરેકને સુવાસ તેમજ હરિયાળી મળતી રહે તેવા આપનાં પ્રયત્નોમાં લીધેલી જહેમત દેખાઈ આવે છે.અભિનંદન.
આપનાં દેશમાં ધર્મના નામે થતા હોબાળા ગણ્યા ગણાય નહિ તેટલા છે.ધર્મના નામે સરઘસો,નદી, તળાવોનું પાણી વિસર્જનના નામે ગંદુ કરવું,માતાજીના નામે ગરબાનો ઘોંઘાટ,મોડી રાત સુધી નવયુવાનોની આખા શહેરમાં થતી દોડધામ ,રથયાત્રા ના નામે થતો ધર્મનો દેખાડો ,હોળી ના નામે થતો પર્યાવરણનો નાશ ,શહેરમાં ઉધઈની જેમ પ્રસરી ગયેલો કોમી રોગ પણ આ કહેવાતા ધર્મ ની જ દેન કહી શકાય .બૌધિકો એક ખૂણા માં બેસી બુમબરાડા કર્યા કરે પણ તેમનો અવાજ બહાર જતો જ નથી .નેતાઓ પોતાની સત્તા માટેનું રામબાણ શસ્ત્ર બનાવી ચુક્યા છે .કાયદા ના રક્ષકો પણ ધર્મના મધપુડાને છંછેડતા ડરે છે રખેને તેમને કોઈ પ્રકારે ખતરો ઉભો થાય તો ?પ્રજા ધર્મના કેફમાં મદમસ્ત થઇ સાન, ભાન ભૂલી ગઈ છે.માનવધર્મ નો સંપૂર્ણ છેદ ઉડતો જતો હોય તેમ જણાય છે જે ખુબજ ચિંતાજનક બાબત છે.
મારા બગીચાના મુલાકાતીઓને ગમતી હરિયાળી આપવાનો પ્રયાસ જરુર છે પણ તે માટે કહેવાતા ધર્મપ્રેમીઓ કે ધર્મના નામે થતા દેખાડાઓ પ્રત્યેનો મારો રોષ હું છુપાવી શકુ તેમ નથી. આજે ધર્મના નામે માત્ર દંભ જ રહ્યો છે તે સ્પષ્ટ દેખાઇ આવે છે. ભગવાન જાણે આ લોકો નાના-મોટા ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને માનવતાને મુળ ધર્મ તરીકે કયારે સ્વીકારશે…
શ્રી સુનિલભાઇ, આપના અમુલ્ય પ્રતિભાવ બદલ આભાર. મારા બગીચામાં આપનું સ્વાગત છે.