તાઃ ૨૦-૯-૨૦૧૧
. . .
– બે દિવસથી વરસાદે આરામ ફરમાવ્યો છે એટલે લાગે છે કે હવે વરસાદના વળતા પાણી છે !!!
– રવિવારના દિવસનો એકદિવસીય નેટ-ઉપવાસ એકંદરે સફળ રહ્યો. (હા, સાંજે એક વખત મોબાઇલ દ્વારા ઇમેલ ચેક કરવાથી મારી જાતને હું રોકી ના શક્યો તેનુ પછી દુઃખ પણ થયું. )
– ન.મો.ના ઉપવાસ પત્યા અને નવા ઉપવાસ સત્રની જાહેરાત પણ થઇ. મોદીની આ નવી ફોર્મ્યુલા ચાલશે કે નહી તે તો સમય કહેશે.. અત્યારે તો તેમને તથા તેમના વિરોધીઓને રાજકીય રોટલા શેકવાનો સમય મળી ગયો છે અને પબ્લીકને વાગોળવા નવો મસાલો પણ !! 🙂
– પેટ્રોલના ભાવ વધ્યાનો આંચકો ગઇ કાલે બાઇકમાં પેટ્રોલ નખાવતી વખતે વધારે જોરથી લાગ્યો. (હવે તો મારી જુની સાઇકલને સમારકામ કરાવીને વાપરવાના દિવસો આવશે એ સમય દુર નથી લાગતો.)
– એક આઇડીયા આવ્યો છે કે – અમદાવાદમાં મોટા અને ખાસ રોડ પર સ્પેશીયલ સાઇકલ ટ્રેક બનાવીને લોકોને સાઇકલ સવારી તરફ આકર્ષિત કરવામાં આવે તો ઘણું બધુ ઇંધણ બચાવી શકાય અને લોકોની સેહત સુધરે તે નફામાં. (જો કે તે પહેલા આપણે ત્યાં બપોરના તડકાથી બચવા છાપરાવાળી સાઇકલો માર્કેટમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે.)
– નવરાત્રી નજીક આવી રહી છે. દાંડીયા-રાસનો શોખ ખરો પણ બાજુમાં આવેલા પાર્ટી પ્લોટવાળા મોડે સુધી માથુ પકવશે તે યાદ આવતા આ તહેવારનો શોખ શોકમાં ફેરવાઇ જાય છે. (રોજ એકના એક ગીતો અને ગરબા આખરે કેટલી વાર સહન થાય ?? 🙁 )
– ફેસબુક પેજમાં નવું વેલકમ-પેજ બનાવ્યું છે – જોઇને અભિપ્રાય આપવા વિનંતી. આ રહી તેની કડી – https://www.facebook.com/marobagicho?sk=app_106171216118819
– આ બ્લોગથી મળેલ શીખ – માત્ર પ્રોડકટ બનાવવામાં જ રચ્યા-પચ્યા રહેવા કરતાં તેનું યોગ્ય માર્કેટીંગ પણ કરતા રહેવુ જોઇએ. તો જ પ્રોડક્ટ માર્કેટમાં ચાલી શકે અને લાંબો સમય ટકી શકે. (ઉપરનું પેજ અને તેના સુધારાઓ માર્કેટીંગના જ એક ભાગ સમજવા.)
. . .
મજાની વાતો મિત્ર…
હવે બગીચામાં આવવાનું ગમશે… 🙂