ગઇ કાલનો ફોટો છે.. આજે તો હાલત ઘણી સુધરી ચુકી છે અને એટલે જ તો અહીયાં છું.
આજે દસ દિવસ થયા દવાઓ ખુટાડતા-ખુટાડતા અને બોટલો ચડાવતા; હું તો થાક્યો ભૈ’સાબ. કોઇપણ થાકી જાય યાર આમ અશક્તિના કારણે પડ્યા રહીને દિવસો પસાર કરવામાં. (બિમાર થવું એ કંઇ જેવા-તેવાનું કામ નથી. 😊)
હાલત તો એવી હતી કે મનમાં સાડી-સત્તરવાર કોરોનાનો ડર આવીને ગયો હશે. ગમે એટલી હિંમત રાખીએ તોય આવી સ્થિતિમાં મન કમજોર પડી જ જાય દોસ્ત.. (પતા હૈ?.. ડર સ્પાઇડર-મેન કો ભી લગતા હૈ!)
સારી વાત એ છે કે હવે ઠીક થવામાં બે-ત્રણ દિવસથી વધારે રાહ જોવી નહી પડે, એવું છેલ્લો રિપોર્ટ જોતા-જોતા ડોકટરે કહ્યું છે! રિપોર્ટ તો ફોર્માલીટી માટે જ હતો કેમ કે મને પોતે પણ લાગતું હતું કે અચ્છે દિન આનેવાલે હૈ.. 😎
આજથી દિવસમાં એકવાર વિટામીન્સની ગોળી અને બે વાર પ્રોટીન-યુક્ત દુધ પીવા સિવાય બીજી કોઇ જ દવાની જરુર નથી એ જાણીને હું પણ રાજી છું. (ગોળી તો અઢી સેકંડમાં ગળી જવાય છે, પણ આ પ્રોટીનવાળુ દુધ પીવું ભારે પડે છે.)
અને વજન 5.5 કિલો ઘટી ગયું છે. #હમદેખેંગે
😶
Gettttt Welllll Sooooon !
Thanks for your concern. 🙏 And I’m feeeeeeellingg bettter already !
જલ્દીથી સાજા થઇ જાઓ તેવી શુભેચ્છાઓ!!
શુભેચ્છાઓ અસરકારક સાબિત થઇ સાહેબ.. આભાર. 🙏
યે વકત ભી ગુજર જાયેગા મેરે દોસ્ત. હર રાત કી એક સુબહ હોતી હૈ, ઔર જિસ રાત કી સુબહ નહિ હોતી હા હમ બત્તી જલા દેતે હૈ 😉 Get well soon buddy.
એમ તો અશક્તિની ફરિયાદને નજરઅંદાજ કરું તો હવે લગભગ ઠીક છું એમ કહેવાય.
—
ઔર જબ રાત કી સુબહ નહી હુઇ તો બત્તીયાં જલા કે દિન ભી કાટે હૈ સાહબ, અબ સુબહ કી રોશની નસીબ હુઇ હૈ… 🙂
Hahahaha… Good that you are back.
ચાલો સાજા થઈ ગયા તો સારું થયું, વજન તો પાછું બની જશે, stay safe!!!
આભાર સાહેબ. ગુમાવેલું બધું પરત મેળવવા માટે અમે કટીબધ્ધ છીએ અને એટલે જ વજનની નોંધ અહીયાં કરી રાખી છે. સબ યાદ રખા જાયેગા. 😊
omg tc care……….. get well soon
હવે શુ? હું તો સાજો થઇ ગયો. 😀 #મસ્તી