. . .
# વાત જરા એમ બની કે…. ઉત્તરાયણના બીજા દિવસે મારું પતંગ ઉડાડવાનુ સુખ સહન ન થતા શ્રી પવનકુમારે પલ્ટી મારી હતી અને આખરે ઘણી રાહ જોયા પછી (અને પતંગ ચગાવવાના ઘણાં નિષ્ફળ પ્રયાસ બાદ) પણ પવનકુમાર હાજર ન થયા. એટલે નવરાં બેઠા-બેઠા મારા (એટલે કે “બગીચાનો માળી” પ્રોફાઇલના) ફેસબુક મિત્રો વિશે કરેલું નક્કામું (પણ મારી માટે મજેદાર) સંશોધન તમે ભોગવ્યે જ છુટકો.. :
(*દરેક જગ્યાએ ચોક્કસ સંખ્યા દર્શાવવી ખતરાસ્વરૂપ લાગી એટલે ટકાવારીમાં આંકડા જણાવ્યા છે.)
– મારા કુલ ફેસબુક મિત્રો માંથી 60 % લોકોએ મને Restricted List માં મુકેલો છે !! (વાહ વાહ.. વાહ વાહ.. )
– જો કે વધુ આશ્ચર્યજનક વાત એ છે કે 15 % લોકોએ મને ખાસ મિત્રોના લિસ્ટમાં પણ રાખ્યો છે !!! (થેંક્યુ… થેંક્યુ.. )
– ચુપચાપ remove કરનાર મિત્રો (જે મારી માટે હજુપણ મિત્રો જેવા જ છે તેવા) 2.25 % ગણી શકાય અને 0.09 % (અંદાજીત) એ મને બ્લોક કરેલ છે !! (ભગવાન તેમને પણ રાજી રાખે…)
– આ 0.75 % લોકો મારી સાથે શું share કરવું તે બાબત બહુ ચોક્કસાઇથી નક્કી કરે છે (એટલે કે જે-તે પોસ્ટ મુકવા સમયે જ નક્કી કરે છે.)
– પેલા 2 % લોકોને કઇ જગ્યાએ મુકવા તે બાબતે હું કન્ફ્યુઝ્ડ છું (કેમ કે આ લોકો મારા કરતાં વધુ ચાલાક છે એટલે તેમના મન કળવા મુશ્કેલ છે) અને બાકી રહેલ મિત્રો મારી બાબતે કન્ફ્યુઝ્ડ છે !! (આ બાબતે.. નો કોમેન્ટ્સ) 😛
– ફેક (ખોટી) પ્રોફાઇલ વાળા લગભગ ૩% હશે. (આ સંખ્યા પહેલા ૧૨%ની આસપાસ હતી જેમાંથી ૯% ને મે વિના સંકોચે બહાર કાઢી મુકયા છે.)
– મારા દ્રારા બ્લોક (Block) કરાયેલા મિત્રો (પણ… તેમાં મિત્રતાના કોઇ ગુણ નહોતા) 2% અને મારા દ્વારા Restricted List માં મુકાયેલા મિત્રોની સંખ્યા 1.5% છે.
* યે હૈ મેરી ફેસબુક-દુનિયા કા સચ !!! બોલો, હૈ ના મજેદાર…
નોંધ :
– કોઇ વાચકને (જે મારા ફેસબુક ફ્રેન્ડ પણ હોય તેને) તેમની અને મારી મિત્રતા ઉપરની કઇ કેટેગરીમાં આવે છે તે જાણવામાં રસ હોય (જેમને પોતાના સેટીંગ્સ અને મારી જાણકારી પર ભરોષો ન હોય) તો પર્સનલી મેસેજ કરજો.
– બિલકુલ સાચી અને નિષ્પક્ષ માહિતી આપવામાં આવશે. (કોઇ મિત્રને મારી સાચી માહિતીથી ખોટુ લાગે તેમ હોય તો તેઓ સમજીને દુર રહે તો સારું.)
– કદાચ સાચી માહિતીની સારી/ખરાબ અસર આપણાં ભવિષ્યના સંબંધ પર પડી શકે છે. (અને તેની સંપુર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની પોતાની ગણાશે.)
– આ માહિતી તાઃ ૧૫, જાન્યુઆરી, ૨૦૧૨ની સ્થિતિ દર્શાવે છે.
. . .
મારે પણ કાંઇક કહેવુ છે, ગુજરાતીમા લખવુ છે માર્ગ્દર્શન આપશોજી
નમસ્કાર
ગુજરાતીમાં લખવા માટે નીચે જણાવેલ કડી પર થોડા વિકલ્પ સુચવ્યા છે, આપ આપને યોગ્ય લાગે તે વિકલ્પને પસંદ કરી શકો છો. અન્ય કોઇ માર્ગદર્શનની આશા હોય તો નિઃસંકોચ પુછશોજી.
હુ ફેશબુક નો ચાહક છુ એટ્લે મારા માટૅ આ બહુજ ઉપયોગિ છે….તમારી પોસ્ટ બધિજ હુ દિલ થી વાચુછુ……….dil se………
ખુબ આભાર દોસ્ત. મારા નક્કામાં સંશોધનમાં રસ લેવા બદલ અને મારી નક્કામી વાતોને વાંચવા બદલ.