Book: એકલવીર

એકલવીર - પોલો કોએલો. પુસ્તકનું મુખપૃષ્ઠ

પુસ્તકનું નામ: એકલવીર

લેખક: પોલો કોએલો

– લેખક પોલો કોએલો (સાચો ઉચ્ચાર – પૌલો કોએલ્હો) દ્વારા લખાયેલા પુસ્તકોને દુનિયાભરમાં લોકોએ વખાણ્યા છે અને અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે.

– આ પુસ્તક, એકલવીર, મુળ આંરરાષ્ટ્રીય બેસ્ટસેલર બુક Winners Stand Alone નો ગુજરાતી અનુવાદ છે. જો કે આ પુસ્તક સૌ પ્રથમ પોર્ટુગીઝ ભાષામાં લખાયેલું છે.

બુક - એકલવીર, પોલો કોએલ્હો
પુસ્તક – એકલવીર, પોલો કોએલ્હો
(છેલ્લા પાનાનો ફોટો )

– પુસ્તકમાં મુખ્ય છએક પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ અને વિચારોનું વર્ણન છે. ઘણી જગ્યાએ પૈસાદાર લોકોના વૈભવ, આદત અને દુર્ગુણો પર ભારે કટાક્ષ પણ છે.

– ભાષાંતરમાં પણ મુળ લેખકની છટા જાળવી રાખવા બદલ અનુવાદકને અભિનંદન આપવા પડે. ઉપરા-ઉપરી બનતી રોચક ઘટના અને મુખ્ય પાત્રોની મનોસ્થિતિની સાથે ચાલતું આ પુસ્તક રસપ્રદ તો છે જ.

– મારી સમજણ અનુસાર હું પુસ્તકના મુખ્ય પાત્ર, આઇગોર, ના દરેક વિચારો કે કાર્યો સાથે સહમત થઇ શકતો નથી. પણ હા, પુસ્તક અનુસાર તેનો ભુતકાળ અને વર્તમાનની સ્થિતિ આધારે તેની મનોસ્થિતિ સમજી શકાય એવી છે, છતાંયે કયાંક તેના વર્તનથી તેના વિચારો અંગે મનમાં ગુંચવાડો થાય છે.

– પુસ્તકના મુખપૃષ્ટ પર શિર્ષકની ટેગ-લાઇનમાં ‘જીંદગીના શ્રેષ્ઠ મુલ્યો શોધવાની પ્રેરણાત્મક કથા’ -એવું લખેલું છે પણ અંગત રીતે મને બે-ત્રણ વિષય-વસ્તુ ઉપરાંત કંઇ એવું ખાસ ન જણાયું.

વિચિત્ર ઘટનાઓ અને વિચારો સાથે-સાથે પુસ્તકનો અંત જે સ્થિતિએ આવે છે ત્યાં, મારા મતે, વાચકને એક અતિવિચિત્ર જગ્યાએ એકલો છોડી દેવાયો હોય એવી લાગણી ઉપજે છે.


આ પુસ્તકને બગીચાના માળી તરફથી..

5 માંથી 2.5 ફુલડાં!

અપડેટ્સ-42 [July’14]

– ફરી એકવાર ઘણો સમય થઇ ગયો છે નવી અપડેટ્સને! મનમાં કેટલીયે વાર વિચારું છું કે આજે તો અહીયાં કંઇક લખવું જ છે પણ મગજ એ માટે સમય ફાળવતું જ નથી. (સમયનું મેનેજમેન્ટ શીખવા કોઇ ક્લાસીસમાં જોડાવું પડશે.)

– આજે અપડેટ્સમાં શું નોંધવાનું છે તે જોતા પહેલા તો છેલ્લી અપડેટ્સની વાતોને જોવી પડી. (અંદર કી બાત: આજે તો મને અપડેટ્સમાં હું કેવી-કેવી વાતો ઉમેરતો હતો, એ જ યાદ ન’તું આવતું બોલો!)

– હા, શરૂઆત કરીએ વરસાદથી. મને, આપને અને આપણી મોદી સરકારને એકવાર મોટી ચિંતામાં મુકીને આખરે વરસાદે કૃપા કરી છે. અગાઉના કેટલાક વર્ષોના પ્રમાણમાં આ વર્ષે વરસાદ મોડો જરૂર છે પણ બે-ત્રણ દિવસથી જે રીતે વાતાવરણ પલટાયું છે તે જોઇને લાગે છે કે આ વરસાદ નવરાત્રી સુધી પીછો નહી છોડે! (ગયા વર્ષે નવરાત્રીના મેદાનમાં શરૂઆતના ત્રણેક દિવસો વરસાદે જ ગરબા અને રાસ રમ્યા હતા!)

– વરસાદ આવે એટલે મારા મનમાં ખુશી થાય તે સ્વાભાવઇક છે. [ref.] પણ આજકાલ ગરમીએ જે રેકોર્ડબ્રેક ત્રાસ આપ્યો હતો તેનાથી બચવાની ખુશી વધારે છે.

– વરસાદ હજુ આવ્યો જ છે એટલે નુકશાનના કોઇ સમાચારની શક્યતા નહિવત હોવાથી તેને આજે અહી લખવામાં નહી આવે. (આ સમાચાર માટે તો ગયા વર્ષની પોસ્ટમાંથી કોપી-પેસ્ટ જ કરવાનું હોય છે! પણ કયારે કરવું એ તો ધ્યાનમાં રાખવું પડે ને. 😀 )

– આમ તો આજે અમારી ચંપાના ફોટોની પોસ્ટ મુકવાનો વિચાર હતો પણ તે વિચારનો અમલ કરવાના ચક્કરમાં અપડેટ્સનો વારો ન આવે એવી શક્યતા હતી. છતાંયે વિચારનું માન જાળવવા પોસ્ટના Header Image માં વ્રજના ફોટોને સ્થાન આપીને એક પોસ્ટમાં બે અપડેટ્સ* સમાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. (કોઇ-કોઇ વિચારોને માન પણ આપવું પડે!)

– વ્રજની ધમાલ, મારી સહન શક્તિ અને આજકાલ ટામેટાના ભાવ દિનપ્રતિદિન એક જ દિશામાં વધી રહ્યા છે! (આજે બગીચામાં અમે પ્રથમવાર ટામેટાની હાજરીની નોંધ લઇએ છીએ અને તેની વાતને અહી સ્થાન આપીને હર્ષની લાગણી અનુભવીએ છીએ! 😉 )

– આ મહિનાની શરૂઆતમાં મોદી સરકાર દ્વારા રેલ્વે બજેટ અને દેશનું બજેટ રજુ કરવામાં આવ્યું. બંને બજેટની મુખ્ય વાતોને જોઇને સરવાળે તેને ઠંડુ બજેટ કહી શકાય. એક-બે જાહેરાત સિવાય મને તો તેમાં લગભગ બધું જ સામાન્ય લાગ્યું. (મોદી સરકાર કંઇક નવું કરશે તેની આશા હજુ જીવંત છે જ.)

– અહી અગાઉની અપડેટ્સમાં ઇન્કમટેક્ષની મર્યાદામાં ઘણો મોટો વધારો થશે તે વાતને ખોટી ગણાવી હતી, જે સાચી પડી છે! 😮 અને અગાઉ જણાવ્યા અનુસાર જ છુટની મર્યાદા ધીરે-ધીરે વધારવાની વાતનો અમલ પણ કરવામાં આવ્યો છે! (કદાચ આપણાં નાણાં પ્રધાન મારી વાતો વાંચતા લાગે છે. શું લાગે છે આપને? અચ્છા.. તેમને ગુજરાતી નથી આવડતું એમ કહો છો ને, પણ મોદી સાહેબને તો આવડે છે ને… તેઓ બગીચામાં આવીને વાંચી ગયા હોઇ શકે કે નહી?! 😀 😉 )

– એક નવા વિચાર પ્રમાણે હવેથી દરેક પોસ્ટમાં મુખ્યત્વે દેશ અથવા તો દુનિયાના રાજકારણ કે જાહેર ઘટનાની એક સુખદ અને એક દુઃખદ નોંધનો અહી સમાવેશ કરવામાં આવશે.

– આજે સુખદ સમાચાર તરીકે વડાપ્રધાનના બ્રીક્સ સંમેલન તથા જર્મની પ્રવાસને ગણી શકાય અને દુઃખદ સમાચારમાં ઇરાકમાં આતંકવાદીઓના ત્રાસ અને બે દિવસ પહેલા મલેશીયાના વિમાન પર થયેલ રોકેટ હુમલાને ઉમેરી શકાય.

– અને બીજા અપડેટ્સમાં તો એવું છે કે આસપાસ, કામકાજ અને હવાપાણી બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે. બધા રાજી છે અને હું આનંદમાં છું. આપ સૌ પણ હંમેશા ખુશ રહો એવી આશા સાથે.

– આવજો.

*એક કાંકરે બે પક્ષી -કહેવતનું બ્લૉગીંગ વર્ઝન
[સર્વ હક આરક્ષિત]

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

# અગાઉની પોસ્ટમાં જે સંભાવના અને મિત્રોને આપેલ વચન મુજબ આજે સ્પેશીયલ પોસ્ટમાં સાબરમતી રિવરફ્રન્ટ ફોટો રજુ કરવામાં આવે છે. (પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે!)

~ રિવરફ્રન્ટ પર અલગ-અલગ એંગલથી અને વિચિત્ર ઠેકાણેથી કરવામાં આવેલ વિવિધ ક્લિક્સનો દેખાડો નીચે જોઇ શકો છો.

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ

કેટલીક અન્ય છબીઓ! ..