# બે શબ્દો આ ચિત્ર પર**
અભિમાન હોય ભરબપોરે તમારા એ ફ્રી ટાઇમ પર, જે ખેંચીને પલંગ સુધી લઇ આવે,
ઉંઘ માંડ મળે આંખોમાં’ને ઘડીયાળ આ નોટીફીકેશન બતાવે, ત્યારે સાલું લાગી આવે . .
**શ્રી મુકેશ જોષીની ક્ષમાયાચના સાથે..
એવી અપડેટ્સ જે નિયમિત જીવન અપડેટ્સમાં ઉમેરી ન શકાય છતાંયે મારી જીંદગીનો એક ભાગ છે, તો એવી વાતો આ અન્ય અપડેટ્સ વિભાગમાં અલગથી ઉમેરાયેલી છે.
મારા બગીચાના આ વિભાગમાં આપનું સ્વાગત છે!
# બે શબ્દો આ ચિત્ર પર**
અભિમાન હોય ભરબપોરે તમારા એ ફ્રી ટાઇમ પર, જે ખેંચીને પલંગ સુધી લઇ આવે,
ઉંઘ માંડ મળે આંખોમાં’ને ઘડીયાળ આ નોટીફીકેશન બતાવે, ત્યારે સાલું લાગી આવે . .
**શ્રી મુકેશ જોષીની ક્ષમાયાચના સાથે..
– છેલ્લી વાત ઉમેરતી વખતે વિચાર્યું’તું કે તે જ દિવસે રાત્રે અહીયાં કંઇક તો લખીશ. ખૈર, ત્યારે તો તે શક્ય ન બન્યું પણ આજે ચોઘડીયા સરસ છે. (જો બકા, આપણું મન માળવે હોય ને એ બધા ચોઘડીયા ઉત્તમ જ કહેવાય.)
– આ સાઇડટ્રેક લાંબો ચાલ્યો ને?… ક્યાં હતો હું?…. હા, કંઇક લખવાની વાત થતી હતી ને… પણ લખતા પહેલા હજુ એક વાંચનની વાત ઉમેરી લઉ… મારો બગીચો લગભગ છેલ્લા એક વર્ષથી ઘણી અવ્યવસ્થિત અવસ્થામાં છે. મુળ ઉદ્દેશ જે હતો તેમાં માત્ર રોજબરોજની અપડેટ્સ સિવાય કંઇ ખાસ ઉમેરી શકાતુ નથી. (અને એ અપડેટ્સમાં પણ પુરતો સમય આપી શકાયો નથી.)
– અઘરા વિષયો અને મોટી-મોટી વાતોની વચ્ચે હું મારી સરળતા ખોઇ રહ્યો છું. વિચિત્રતાઓ તો અંદર ઘણી છે છતાંયે મારી સરળતા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે. (કોઇ કોઇ જગ્યાએ તો હું મને પોતાને જ અઘરો લાગી રહ્યો છું!)
– જયારે અહી લખવાનું શરૂ કર્યું હતું તે સમય અને આજના સમય વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક મુખ્ય કારણ છે. છતાંયે આજે પણ એક ઇચ્છા એવી જ છે કે શરૂઆતના એ સમયની સ્થિરતા હું જાળવી રાખું. (મને મારી અંદરનો એ વ્યક્તિ ખોવો નથી.)
– સમય પ્રમાણે બદલાવું જોઇએ એ ઠીક છે પણ આજે પહેલા જેવા બનવાની ઇચ્છા થાય છે. દરેક ને જેમ મોટા થયા પછી જેમ બાળપણ પાછું મેળવવાની ઇચ્છા જાગે એવી આ વાત છે. ના ભઇ, મને એમ બાળક નથી બનવું પણ બે-ત્રણ વર્ષ પહેલા જેવો હતો એવા જ બનવું છે એટલે એ અશક્ય છે એવું તો ન કહેવાય. (ટ્રાઇ કરને મે ક્યા જાતા હૈ..)
– ગમે તેટલું મેળવી લો તોયે કોઇ અવસ્થા પછી જુનું જીવન ફરી પાછું મેળવવાની ઇચ્છા કેમ થતી હશે? -અઘરો સવાલ છે ને.. (મને તો સ્કુલની પરિક્ષાઓમાં પણ બધા સવાલ કાયમ અઘરા જ લાગ્યા છે.)