અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો) > મારો પ્રતિભાવ

મુળ પોસ્ટ“અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો)”

લેખકભુપેન્દ્રસિંહ રાઓલ

મારો પ્રતિભાવ –

“આપની વાત સાથે સંમત છુ, નસીબમાં હશે તે મળશે અને મારા શિવજી કયારેક ત્રીજી આંખ ખોલશે ને બધાને ભષ્મ કરશે તેવી નિરર્થક માનસિકતા ત્યાગવી પડશે. ક્રાંતિ કયારેય શાંત નથી હોતી, ક્રાંતિ તો બલિદાન માંગે જ અને આપવા પણ તૈયાર રહેવુ પડે. બેઠા-બેઠા માળા જપવાથી કોઇ ઉધ્ધાર નહી થાય. આગળ વધીને વિરોધ કરવાની હિંમત કેળવશો તો બધુ શકય છે. “

અભિનંદન ભારતીય ક્રિકેટ ટીમને

આખરે આપણે દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ ટ્રોફી લાવવા માટે સફળ થયા. અત્યારે આખા અમદાવાદમાં દિવાળીથી પણ મોટા તહેવારનો માહોલ છે. આ ઉજવણીમાં કયાંય નાત-જાત નથી દેખાતી કેમ કે આજે મારા દેશના એક-એક નાગરીકમાં માત્ર ભારતીય હોવાનો ગર્વ છે. બધા ભારતીયોને અને આપણી ક્રિકેટ ટીમને ખુબ-ખુબ અભિનંદન.

આજની આ મેચમાં ગંભીર, ધોની, ઝહીર, યુવરાજે ખરેખર સુંદર પ્રદર્શન કર્યું. ધોનીના ધુરંધરોની આ સિધ્ધિ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમાં મને કોઇ શક નથી. દેશને એક તાતણે બાંધીને લોકોને એક કરનાર આ વિક્રમના હું વખાણ કરતા થાકુ એમ નથી. લોકોને વિનંતિ કે ઉજવણીના ઉત્સાહમાં અતિરેક ન થાય કે કોઇને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખજો પણ ઉજવણી તો કરજો જ. ચાલો હું હવે જાઉ છું..

આવજો.

બોલો ક્રિકેટ-ધર્મની જય !!!!

ભારતમાં તો કેટલાય ધર્મના લોકો છે અને દરેક ધર્મના ઢગલાબંધ સંપ્રદાયો-વાડાઓ છે. દરેકનો હેતુ જુદો, દરેકનો ભગવાન જુદો, દરેકના રિવાજો જુદા. આપણે હજારો પ્રયાસ કરીયે તોય બધાને એક ન કરી શકીએ. જો કે આ વિશે ઘણુ લખાયુ અને કહેવાયું છે એટલે વધારે કહેવાથી કોઇ ફેર પણ નથી પડવાનો !!!! પણ આજે વાત ભારતના ક્રિકેટ-ધર્મની કરવી છે.

આજે ભારત-પાકિસ્તાન સેમી-ફાઇનલ મેચ છે. અપેક્ષા મુજબ આપણા મીડીયાવાળા અને ક્રિકેટ-ઘેલા લોકોએ આ મેચને બે દેશ વચ્ચેના યુધ્ધનુ રુપ આપી દીધુ છે. કોઇ એક રમત પ્રત્યે આટલો બધો લગાવ અતિરેક કહી શકાય પણ આ અતિરેકમાં આજે એક અખંડ ભારતના દર્શન જોવા મળી રહ્યા છે. જો ભારતના લોકો માત્ર ક્રિકેટ માટે એક થઇ શકતા હોય તો બીજા બધા ધર્મ-નાત-જાતની કોઇ જરુર નથી.. એક ક્રિકેટ-ધર્મ પુરતો છે. અને આપણી પાસે તો “સચીન” નામના રેડીમેડ ભગવાન પણ છે !!! અને જેને નાના-નાના વાડાઓ કે સંપ્રદાય બનાવવા હોય તેમની પાસે સેહવાગ, ધોની, રૈના, યુવરાજ, હરભજન વગેરે જેવા બીજા વૈકલ્પિક ભગવાન પણ હાજર છે.

એક વાત વિચારવા જેવી છે કે જો આપણે બધા ક્રિકેટ ધર્મ પાળતા હોઇએ તો કેવું થાય !!! હા, એક વાત ખરી કે દેશના હજારો સાંપ્રદાયિક-ધાર્મિક-જાતિય રાજકારણ રમતા નેતાઓ ભુખે મરે !!! પણ… જો મારો-તમારો-બધાનો ધર્મ એક થાય તો દેશના ૯૫% વિવાદ ખતમ થઇ જાય, રાજકારણ ૭૦% ચોખ્ખુ થઇ જાય(૩૦% કૌભાંડ તો રહેવાના જ !!!), મારો દેશ વિકાસની રેસમાં સૌથી આગળ નીકળી જાય અને બની શકે કે ૧૦-૧૫ વર્ષમાં અમેરીકા પણ આપણને પુછીને આગળ વધતુ હોય !!!

આ બધી એક કલ્પના માત્ર છે.. છતાં પણ ક્રિકેટ એક ધર્મ બની જાય તો !!!!??? વિચારી જુઓ… તમને પણ નવી-નવી વાતો સુઝશે.. આમ પણ તમે બધા મારા કરતાં તો ઘણાં હોશિયાર છો !!!!

બોલો… ક્રિકેટ-ધર્મની જય !!!!!