# ચેતવણી
~ જાહેર જનતા એ ખાસ નોંધ લેવી કે આજકાલ ઠંડી વધી રહી છે તો સૌએ વહેલી સવારે અને મોડી રાત્રે સ્વેટર પહેરીને જ બહાર નીકળવું…. (જુઓ…. મારા બગીચામાં પણ બરફ વરસી રહ્યો છે.. હવે તો સાચવજો હોં ને.. ) 😉
આમાં ચેતવણી જેવું કંઇ નથી અને આજે 2018 માં આ પોસ્ટ જોઇને મને પણ હસવું આવ્યું! 😀 ખૈર, પેલી બરફ વરસવાની વાત તો ટોટલ આઉટ-ઓફ-ડેટ છે. આ તો જુના ટાઇમમાં લખાયેલું છે અને તે સમયની મારી નાદાની બતાવતી યાદગીરી છે એટલે એમ જ રહે તેમાં તેની શોભા છે!1અપુન તો ઇમોશનલ હો ગયા યાર..[/efn_mote/
# અપડેટ્સ #
– મોબાઇલથી ટ્વીટર પર ટ્વીટ કરવાની શરુઆત…. એ પણ આપણી ગુજરાતીમાં !!!! (ટ્વીટરનું મારા બગીચા સાથે જોડાણ ઘણાં સમયથી હતું પણ હવે રેગ્યુલર ઉપયોગમાં લેવાની ઓફિસિયલ શરુઆત કરી છે.)
કોઇને મારી સાથે જોડાવાની ઇચ્છા હોય તો.. ક્લિક કરો – https://twitter.com/bagichanand
– મોબાઇલથી ગુજરાતીમાં લખવું પ્રમાણમાં અઘરુ કામ છે. (પણ… આપણે તો ગુજરાતીમાં જ પોસ્ટ કરવા મક્કમ છીએ.)
– અણ્ણાજીને આંદોલન તો કરવું જ પડશે… (જોયું… મે તો પહેલા જ કહ્યુ’તુ ને….)
– લાલુ એ (સોરી.. લલ્લુએ) લોકપાલમાં પણ અનામતની માંગણી કરી છે !!!! (ભગવાન જાણે શું થશે આ લોકપાલનું ?)
– સચિનને ભારતરત્ન તરીકે નવાજવાનો રસ્તો ખુલ્લો. (પેલા હોકીવાળા ધ્યાનચંદ ભાઇની સક્ષમ દાવેદારી છતાં તેમનો નંબર અહી નહી આવે તે ચોક્કસ લાગે છે.)
# અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :
- ત્રણ ફેસબુક ફેન્ડ.
(બે જણની તો ખબર પડી, પણ આ ત્રીજું કોણ ગયું છે તે સમજાતુ નથી!) - “તમે અમને અંગત નથી સમજતા?” – આ સવાલ સાથે પાચેક મિત્રોએ પોતાનુ મોટું દુઃખ વ્યક્ત કર્યુ..
(હવે… દરેકને તો અંગત ન જ કહી શકાય ને.. પણ તેમને કેમ સમજાવવા ?) - મારા બગીચાના ફેસબુક-પેજને 2 લોકો દ્વારા unlike કરવામાં આવ્યું.
(જો કે આ સજ્જનો કોણ હતા તે પણ જાણી શકાયુ નથી.) - અને થોડો (ઘણો) ઇમોશનલ અત્યાચાર….
(આ વિશે કંઇ કહેવા જેવુ નથી રહ્યુ..)
~ બીજુ પણ ઘણું-બધુ છે પણ તે ફરી કયારેક…