# ચેતવણી
~ જાહેર જનતા એ ખાસ નોંધ લેવી કે આજકાલ ઠંડી વધી રહી છે તો સૌએ વહેલી સવારે અને મોડી રાત્રે સ્વેટર પહેરીને જ બહાર નીકળવું…. (જુઓ…. મારા બગીચામાં પણ બરફ વરસી રહ્યો છે.. હવે તો સાચવજો હોં ને.. ) 😉
આમાં ચેતવણી જેવું કંઇ નથી અને આજે 2018 માં આ પોસ્ટ જોઇને મને પણ હસવું આવ્યું! 😀 ખૈર, પેલી બરફ વરસવાની વાત તો ટોટલ આઉટ-ઓફ-ડેટ છે. આ તો જુના ટાઇમમાં લખાયેલું છે અને તે સમયની મારી નાદાની બતાવતી યાદગીરી છે એટલે એમ જ રહે તેમાં તેની શોભા છે!1અપુન તો ઇમોશનલ હો ગયા યાર..[/efn_mote/
# અપડેટ્સ #
– મોબાઇલથી ટ્વીટર પર ટ્વીટ કરવાની શરુઆત…. એ પણ આપણી ગુજરાતીમાં !!!! (ટ્વીટરનું મારા બગીચા સાથે જોડાણ ઘણાં સમયથી હતું પણ હવે રેગ્યુલર ઉપયોગમાં લેવાની ઓફિસિયલ શરુઆત કરી છે.)
કોઇને મારી સાથે જોડાવાની ઇચ્છા હોય તો.. ક્લિક કરો – https://twitter.com/bagichanand
– મોબાઇલથી ગુજરાતીમાં લખવું પ્રમાણમાં અઘરુ કામ છે. (પણ… આપણે તો ગુજરાતીમાં જ પોસ્ટ કરવા મક્કમ છીએ.)
– અણ્ણાજીને આંદોલન તો કરવું જ પડશે… (જોયું… મે તો પહેલા જ કહ્યુ’તુ ને….)
– લાલુ એ (સોરી.. લલ્લુએ) લોકપાલમાં પણ અનામતની માંગણી કરી છે !!!! (ભગવાન જાણે શું થશે આ લોકપાલનું ?)
– સચિનને ભારતરત્ન તરીકે નવાજવાનો રસ્તો ખુલ્લો. (પેલા હોકીવાળા ધ્યાનચંદ ભાઇની સક્ષમ દાવેદારી છતાં તેમનો નંબર અહી નહી આવે તે ચોક્કસ લાગે છે.)
# અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :
- ત્રણ ફેસબુક ફેન્ડ.
(બે જણની તો ખબર પડી, પણ આ ત્રીજું કોણ ગયું છે તે સમજાતુ નથી!) - “તમે અમને અંગત નથી સમજતા?” – આ સવાલ સાથે પાચેક મિત્રોએ પોતાનુ મોટું દુઃખ વ્યક્ત કર્યુ..
(હવે… દરેકને તો અંગત ન જ કહી શકાય ને.. પણ તેમને કેમ સમજાવવા ?) - મારા બગીચાના ફેસબુક-પેજને 2 લોકો દ્વારા unlike કરવામાં આવ્યું.
(જો કે આ સજ્જનો કોણ હતા તે પણ જાણી શકાયુ નથી.) - અને થોડો (ઘણો) ઇમોશનલ અત્યાચાર….
(આ વિશે કંઇ કહેવા જેવુ નથી રહ્યુ..)
~ બીજુ પણ ઘણું-બધુ છે પણ તે ફરી કયારેક…
There is GreeseMonkey script ‘unfriend finder’ if you wish to use 😀
આભાર સાહેબ. પણ હવે એવા કોઇ સોફટવેરની જરુર નથી લાગતી. જેટલા અને જેવા મિત્રોની જરૂર હતી તેવા લગભગ મળી ગયા છે. એટલે હવે કોઇ એક-બે દુર જતા રહેશે તેનો ગમ પણ નથી રાખવો…
લાઈક અન્લાઈક તો ચાલ્યા કરે દર્શિત ભાઈ. લ્યો તમારા ફેસબુક પેજ ને મારા તરફથી એક લાઈક … અને બીજા લાઈક જોઈતા હોય તો એક અવાજ કરજો… લાઈક નો ઢગલો કરી દઇશ.
તમે લાઇક કર્યું એ મને ગમ્યું. હવે બીજી કોઇ ખ્વાહીશ નથી..
આભાર ભાઇ.
મિત્ર,
– અગાઉની પાસવર્ડ પ્રોટેક્ટેડ પોસ્ટ મુકવાથી થયેલુ નુકશાનનું સરવૈયુ :
તમે મિત્રોને નારાજ કરવાનું જોખમી કામ કર્યું છે.. ખેર! રિસાયેલાંને મનાવી લેજો. જગત લેણદાર છે. આપણે દેણદાર છીએ.
દેણદારને ઝુકીને રહેવુ લગભગ દરેક જગ્યાએ ફરજીયાત હોય છે…અને એટલે જ સિસાયેલા મિત્રોને મનાવવા માટે સ્પેશીયલ પોસ્ટ મુકીને “સોરી” કહ્યુ’તુ…
નફાના સરવૈયા તો બધા હોંશે હોંશે દેખાડે ! આ નુકશાનનું સરવૈયુ મુકવા માટે હિંમત જોઈએ !! ધન્યવાદ.
એક ડખો થયો !!! કલાક બગીચે બેઠો તોય બરફ ના વરસ્યો ! કદાચ હું પહોંચ્યો ત્યાં સ્ટોક ખલ્લાસ થયો હશે 🙂 જો કે આ હર્યોભર્યો, લીલોછમ બગીચો આંખને ઠારે જ છે. આભાર.
ઘણાં એ બરફની ઠંડકને માણી એવા સમાચાર મળ્યા છે પણ આપની કમ્પ્લેન પછી લાગે છે કે વર્ડપ્રેસવાળા કયાંક મને છેતરી ગયા છે…
જો કે કોન્ટ્રાકટ તો ૨૪x૭ બરફ વરસાવવાનો થયો હતો પણ આ તો તેમની જ આપેલી મફતની જગ્યા એટલે તેમની વિરુધ્ધમાં વધારે કંઇ કહેવાશે નહી… પણ ઠંડીની સિઝનમાં જ ફરીવાર કયારેક પાચ-દસ મિનિટ માટે બગીચે પધારજો…. કદાચ આપની ઉપર બરફ વરસાવવાનો મોકો મળી શકે..
ટ્વીટર પર તમને હવે “ફોલો” કરવાના ચાલુ કરી દીધા છે… (પાછળ જોતા રેહજો…બહુ બધા પીછો ના કરતા હોય..;-) )
નુકશાનનું સરવૈયું મસ્ત હતું…. જાતે જવા વાળા ને બહુ રોકવા નહિ.