. . .
# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…
– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)
– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)
– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)
– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.
– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)
– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.
– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)
. . .
મનેતો લાગેછેકે આવા નન્દંવન જેવા અને સુગન્ધથી મહેકતા બગીચામા આવા કાટાળા બાવળ, થોર અને કણજ્યા
જેવા વ્રુક્ષો શામાટે ઉગાડવા જોઇએ?
મારા બગીચા પ્રત્યે આપની લાગણીઓ બદલ દિલથી આભાર..
આપની વાત યોગ્ય તો છે પરંતુ આ મારી ખાટી-મીઠી યાદગીરીઓ અને સાચા-ખોટા વિચારોનો બગીચો છે. તેમાં હરિયાળા અને સુગંધથી મહેકતા વૃક્ષોની સાથે-સાથે કાંટાળા વૃક્ષોને પણ નિષ્પક્ષતાથી સ્થાન આપવું મારી ફરજ છે. સુગંધ અને કાંટા વચ્ચેનો ભેદભાવ મુલાકાતીઓ કરી શકે પણ માળીને મન તો બધા પ્રત્યે સરખો પ્રેમ અને માન છે.
અને આમ પણ બગીચામાં થોડા કાંટાળા બાવળ અને થોર જેવા વૃક્ષો હોય તો જ અન્ય સુંદર અને મહેકતા વૃક્ષોની કિંમત થાય ને… 🙂
મારા માટે હરવિંદર સિંહ ખરેખર એક વીર કહેવાય… 🙂 આટલી બધી વસ્તીમાંથી કોઈક તો નીકળ્યો 😉
હરવિંદર સિંહ તરફથી તો શરદ પવારને એક જ થપ્પડ પડી. પણ મીડિયા એ શરદ પવારને વારંવાર થપ્પડ ખવડાવી. (રીપીટ કરી કરી ને 😉 )
પ્રિતિબહેન, અણ્ણાજી એ આ ઘટનાના પ્રતિભાવમાં પ્રથમ કહ્યુ’તુ કે – “માત્ર એક જ !!??” 🙂
જો કે પછી તેમણે આ સ્ટેટમેન્ટ ફેરવીને તોળ્યું હતુ એ વાત અલગ છે… (આખરે… તેમની પણ કેટલીક મજબુરી હોય ને..)
આમ તો.. અબજની સંખ્યામાં એક હરવિંદર વીર તો કહેવાય જ… યુ ટ્યુબ માં પણ કોઇ અટકચાળી વ્યક્તિએ આવો એક વિડીયો બનાવીને મુક્યો છે, જેમાં એક જ થપ્પડને વારંવાર રીપીટ કરીને બતાવી છે.. જયારે પણ ઇચ્છા થાય ત્યારે એન્જોય કરો.. 😀 😀
FDI નો વિરોધ મને પણ સમજાતો નથી, શા માટે દેશના લોકો ને વિદેશની સારી કંપની અને સારી સેવાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે? ખાસ કરીને શોપિંગ-મોલ અને બીજી કંપનીઓ ભારતમાં રોજગાર સર્જી શકતી હોય, સારી સેવા આપી શકતી હોય તો કેમ તેનો વિરોધ થઇ રહ્યો છે એ જ સમજાતું નથી. આ માત્ર નેતાઓ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ અને મીડિયા દ્વારા FDI નો ઉભો કરવામાં આવેલ હાઉ છે.
નેતાઓ અને મીડીયા દ્વારા ઉભા કરાયેલા હાઉની પાછળ કોઇ ખાસ કારણ પણ હોઇ શકે છે, અત્યારે તે માટે ભારતમાં મૉલ ધરાવતી મોટી કંપનીઓ ની નિયત પર શંકા જાય છે…
સાચુ જે હોય તે… પણ FDI થી દેશને થનાર નુકશાન કરતાં ફાયદાઓ અનેકઘણાં જણાય છે. ઉદારીકરણ બાદ જે વિકાસ દેશને મળ્યો તે જ રીતે FDI ના આવવાથી દેશ-પબ્લિકને નવી સુવિધાઓ ચોક્કસ મળી શકે છે.
માળીજી,
તમે દર્શાવેલ તમામ મુદ્દામ દમ છે.
FDI અત્યારે તો બાજુ પર મુકાયેલું લાગે છે. વહેલાં મોડું આવશે જ. જો કે નાનાં વેપારીઓ ડરે છે એ પાછળ વાજબી કારણો પણ છે. એ લોકોની હાલત અત્યારે પણ તમાચો ખાઈને ગાલ લાલ રાખવાં જેવી છે. નાનીમોટી નોકરી મળતી હોય તો ઘણાંખરાં દુકાનદાર થવા રાજી નથી જ.
પરંતુ પરિવર્તન આવે છે ત્યારે અમુક વર્ગને અસર થાય છે. નવા વાતાવરણમાં ગોઠવાવાની તૈયારી રાખવી પડે છે. અને માનસિક રીતે ઘણાએ એ તૈયારી રાખી પણ હોય.
એક દુકાનદાર પોતાની રોજી ઉભી કરે છે. શક્તિ પ્રમાણે માણસો રાખે છે. એમને રોજી મળે છે. દિવસભર કેટલાય સેલ્સમેન આવે. એમનું ગાડું ગબડે છે. જ્યારે FDIનો ફાયદો આ વર્ગને પૂરેપૂરો તો નહિ જ મળે એ શંકા છે. પણ રિક્ષા આવી તો ઘોડાગાડીએ વિદાય લીધી તેમ નાનાં દુકાનદારો પણ જરૂર જણાશે તો વિદાય લેશે.
બાકી રાજકારણ તો રહેવાનું જ.
“અસર” ના ઓટલે થી માળીને બગીચે પધારેલા શ્રી યશવંતકાકાનું આજે ઓફિસિયલ સ્વાગત છે. ભુતકાળમાં બે-ચાર ઠેકાણે આપના પાવન પગલાંની છાપ “Like” ના નીચે હારબંધ ગોઠવાયેલા મહાનુભાવોમાં દેખાઇ છે પણ આપના અમુલ્ય પ્રતિભાવનો લાભ આજે મળ્યો.. આભાર.
ફેસબુક પર એક ભાઇના પ્રતિભાવમાં લખેલ વાતને અહી ઉમેરવા ઇચ્છીશ કે .. જયારે અમદાવાદમાં ઢગલો મૉલ ચાલુ થયા ત્યારે એવો ડર જતાવવામાં આવ્યો હતો કે નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળા બેકાર થઇ જશે પણ અત્યારની પરિસ્થિતિ જોતા કહી શકાય કે એવું કંઇ જ નથી થયુ જેનાથી અન્ય કોઇને સમસ્યા ઉભી થઇ હોય. આજે પણ નવી દુકાનો-ગલ્લાઓ અને મૉલ ખુલી જ રહ્યા છે અને દરેકને પોતાના ગ્રાહક મળી જ રહે છે… સામે પક્ષે ગ્રાહકોને નવા-નવા વિકલ્પ અને એ પણ આકર્ષક ભાવ અને લલચામણી ઑફરો સાથે મળતા થયા એ ઘણી મોટી વાત છે. હું પણ એક વેપારી છું છતા ઇચ્છીશ કે બજારનો રાજા હંમેશા ગ્રાહક હોવો જોઇએ.. વેપારી નહી.
જો કે આપના છેલ્લા વાકયમાં તો બધી વાતોનો જવાબ આવી જાય છે.
થોડાં વર્ષો પહેલાં પિત્ઝા-બર્ગરનું વાવાઝોડું ફુંકાયુંયું હતું ત્યારે પણ ઘણાને ડર લાગ્યો હતો કે, હવે ભૂસું,ભજિયાં,ફાફડા, ખમણ વગેરે ભૂતકાળની વાત બની જશે! પણ એ તો ઉલટાના જામ્યાં! વળી વેપારીઓ ને તો વેચવા માટે એક વધારાની આઇટમ મળી. પિત્ઝાના રોટલા! 🙂
જો કે હજી આપણે ત્યાં ગ્રાહકે રાજા બનવા માટે લાંબો પંથ કાપવાનો છે. સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમા એ હજી પણ લુંટાય છે.
અને હા, આ પાવન પગલાં વગેરે શબ્દો અમારાં માટે ન વાપરશો. આ તો કાચાપાકા રસ્તેથી આવેલા વટેમાર્ગુના પગલાં છે. બગીચો ભાળ્યો અને આવી ચડ્યા.
પરિવર્તન સંસારનો નિયમ છે અને તે સ્વીકારીએ તો જ પ્રગતિ શક્ય છે. બજાર, સરકાર અને વેપાર ઉપભોગતા-લક્ષી બનશે ત્યારે જ ‘ગ્રાહક’ રાજા બની શકે છે… આ દિશામાં પ્રગતિ થોડી ધીમે પણ થઇ રહી છે એટલે મંજીલે કયારેક તો પહોંચશે એવી આશા છે.
અને સાહેબ, બગીચાના માળીને મન તો દરેક વટેમાર્ગુના પગલાં પાવન જ હોય.. પણ જયારે વટેમાર્ગુના રૂપમાં શબ્દોથી ઉગતા ફુલ-છોડના જાણકાર મળે અને તે અંગે તેમનો મત જણાવે તે જોઇને અનેરો આનંદ થાય.
આ કાચોપાકો રસ્તો યાદ રાખજો અને આમ કયારેક બગીચામાં આવીને મળતા રહેજો…
આભાર.