થોડા સંભારણા અને અહેવાલ

. . .

– ઘણાં દિવસ પછીની પોસ્ટ. (જેમાં બે દિવસ નેટ-ઉપવાસના પણ આવી ગયા.)

– ૨૦૧૧ નુ વર્ષ પુરૂ કરીને ૨૦૧૨માં (મંગળ) પ્રવેશ. (તારીખમાં સાલ લખતી વખતે એક મહિના સુધી ભુલ થશે જ.)

– દિવાળીએ નવુ વર્ષ ગણવું એ હવે માત્ર વ્યવહારમાં જ બચ્યુ છે, આચરણથી આપણે સૌ અંગ્રેજી મહિનાઓ પ્રમાણે જ ચાલીએ છીએ. (મારા મતે ગ્લોબલ સમયમાં અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્તવું જરુરી છે.)

– ઇંટરનેટ ઉપયોગની મારી શરુઆત ૨૦૦૧ માં ઇમેલ અને ઇમેલ ગ્રુપ થી શરૂ થઇને ૨૦૦૩ માં યાહુ-ગ્રુપ, ગુગલ-ગ્રુપ વાયા ૨૦૦૮ માં ફેસબુક-ઓરકુટ બાદ ૨૦૧૧ માં બ્લોગ પર ચાલી રહી છે. જેમાં પ્રગતિની દ્રષ્ટિએ ૨૦૧૧ નુ વર્ષ ઘણું અગત્યનું ગણાશે. (હવે એક બિઝનેસ વેબસાઇટ બનાવવાનો વિચાર છે.)

– મારી ધંધાકીય કારકિર્દીમાં પણ ગયુ વર્ષ અગત્યનુ રહ્યુ. મારા ભવિષ્યની દિશા (અને દશા) બદલી શકે એવા ઘણાં મોટા અને અગત્યના નિર્ણયો આ વર્ષમાં લેવાયા છે.

– પરિવારમાં ઘણો આનંદ રહ્યો. કોઇ ખાસ પારિવારીક પ્રસંગ ન હોવા છતાં દરેક સાથે સતત સંપર્કમાં રહ્યાની ખુશી થઇ. (બધા સંપીને હળી-મળીને રહે એનાથી વધારે કંઇ ન જોઇએ.)

– ઓનલાઇન અને ઓફલાઇન ઘણાં નવા લોકો મળ્યા, જાણ્યા અને અનુભવ્યા. મિત્રો બનાવવા, જાળવવા અને મેળવીને ગુમાવવાનો દોર આ વર્ષે પણ ચાલુ રહ્યો. (એકાદ ઘટનાના બાદ હવે મિત્રો બનાવવા અને તેમને જાળવવા અંગે મે મારી માટે કડક નિયમો લાગુ કર્યા છે.)

– પરિવાર અને દોસ્તોમાં કેટલાક દુરથી નજીક આવ્યા તો કેટલાક નજીકથી વધુ નજીક આવ્યા અને કોઇ વધુ નજીકથી થોડે દુર ગયા. (આ અંતર મારી નજરે નોંધાયેલ અંદાજીત અંતર હોવાથી તેની વાસ્તવિકતા અલગ પણ હોઇ શકે.)

– ઓનલાઇન મિત્રો ગયા વર્ષ દરમ્યાન પ્રમાણમાં વધુ હાવી રહ્યા. (પણ હવે તેમાં ફરક પડશે એવો કાયદો બની ગયો છે અને તેને મારી સંસદમાં પાસ પણ કરી દેવાયો છે !!)

– હવે નજર વર્તમાન તરફ છે. ભવિષ્યની પરવાહ પહેલા પણ નથી કરી એટલે આવનારા વર્ષમાં શું કરવું તે જે-તે સમયે નક્કી કરવામાં આવશે. (જેવા પડશે એવા દેવાશે.)

– પહેલા કરતાં આજે હું વધારે પ્રેક્ટિકલ, પરિપક્વ અને માનસિક રીતે મજબુત બન્યો છું. (કોઇની પર અંધ વિશ્વાસ મુકવાની આદત હવે લગભગ છુટી ગઇ છે.)

. .

– અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી એટલે મારી વાતોમાં ઉંમર અને કમ-અનુભવનો પ્રભાવ કે કમજોરી રહેવાની જ.. (વધુ આશાઓ રાખવી વાચકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. – જનહિતમાં પસ્તુત)

. . .

11 thoughts on “થોડા સંભારણા અને અહેવાલ

  1. “- અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી”

    લેખક નથી છતાં લખાણ સરસ લખો છો. બગીચાના ફૂલ-છોડ ક્યારેય કરમાતા નથી. 😀

    (જો કે હું તો હજી ૨૩ જ વર્ષનો છું 🙂 )

  2. પહેલા કરતાં આજે હું વધારે પ્રેક્ટિકલ, પરિપક્વ અને માનસિક રીતે મજબુત બન્યો છું. (કોઇની પર અંધ વિશ્વાસ મુકવાની આદત હવે લગભગ છુટી ગઇ છે.) very nice.keep it up.

      1. By default, વિશ્વાસ રાખવો – એ મારો અંગત મત છે. સામાન્ય રીતે લોકો આપણે ધારીએ છીએ તેટલો વિશ્વાસઘાત કરતાં નથી. જાણીતાં લોકો વધુ વિશ્વાસઘાત કરે એવું લાગે – પણ એનું કારણ એ છે કે આપણી અપેક્ષાઓ જાણીતાં લોકો પાસે વધુ હોય છે.

        વેલ. બહુ ફિલોસોફી થઈ ગઈ 😉

  3. અને છેલ્લે વાચકો માટે ખાસ ચોખવટ : હું ઉંમરમાં હજુ ૨૫ વર્ષનો છું અને કોઇ એન્ગલથી લેખક પણ નથી એટલે મારી વાતોમાં ઉંમર અને કમ-અનુભવનો પ્રભાવ કે કમજોરી રહેવાની જ..
    Ek Chokhvat !
    I am here on this Blog again..but for the 1st time in 2012
    HAPPY NEW YEAR.
    Dr. Chandravadan Mistry (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you for 2 Posts…..New Year’s Post & 2011 in Review..a Report on Chandrapukar by WordPress..Hope to see you soon…and often in 2012

  4. પિંગબેક: » થોડા સંભારણા અને અહેવાલ » GujaratiLinks.com

બોલો, શું કહેવું છે તમારે...